Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

વિચારવાયુ અને મગજ ભમતો હોવાથી બે મહિલાએ ઝેરી દવા પીધી

રાજકોટ તા. ૨: કોઠારીયા રોડ પર ભવનાથ પાર્કમાં રહેતાં હંસાબેન કાંતિભાઇ ઠેસીયા (ઉ.૫૫) ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યારે અન્ય બનાવમાં પીપળીયા હોલ પાસે રહેતાં શારદાબેન ભગવાનજીભાઇ ટીલાળા (ઉ.૫૦) ઘઉની ટીકડી પી જતાં સિવિલમાં ખસેડાતાં ભકિતનગરના એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેચા (ખારવા)એ જરૂરી કાર્યવાહી કરી હતી. હંસાબેને વિચારવાયુથી કંટાળીને અને શારદાબેને મગજ ભમતો હોવાથી આ પગલુ ભર્યાનું પોલીસની તપાસમાં જણાવાયું હતું. બંનેએ સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ રજા લીધી હતી.

હુશેનાબેન ફિનાઇલ પી ગયા

અન્ય બનાવમાં નાણાવટી ચોક ચાર માળીયા કવાર્ટરમાં રહેતાં હુશેનાબેન સલિમભાઇ મન્સુરી (ઉ.૪૦) ફિનાઇલ પી જતાં સિવિલમાં ખસેડાતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી.

(3:18 pm IST)