Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

દેરાણી-જેઠાણી વચ્ચે વિવાદ હાલ પુરતો શાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઉત્તરવહી મૂલ્યાંકનનો પ્રારંભ

અમરેલી, મોરબી, જામનગર અને સુરેન્દ્રનગર ખાતે ઉત્તરવહીઓ મોકલે

રાજકોટ, તા. ર :  છેલ્લા ૧૮ દિવસની ટલ્લે ચડેલી ઉત્તરવહી મુલ્યાંકનનું કામ આજથી શરૂ થયું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ ઉત્તરવહી મૂલ્યાંકનનો આદેશ કર્યો હતો પરંતુ પોતાને વિશ્વાસમાં ન લેતા નારાજ થયેલા કુલ નાયકે અવરોધ ઉભો કરી મુલ્યાંકન કાર્ય ખોરવી નાખ્યું હતું. દેરાણી જેઠાણી જેવા અહંમ સનાબામાં ઝઘડાના કારણે ૩ લાખ ઉત્તરવહીઓનું મુલ્યાંકન કાર્ય ઠપ્પ થયું હતું.  વગદાર સીન્ડીકેટ સભ્યોની દરમ્યાનગીરીથી સમજાવટ થતા આખો ઉત્તરવહી મૂલ્યાંકનનો માર્ગ ખુલ્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્ર ખાતે આજે ઉત્તરવહી મુલ્યાંકન શરૂ થયું છે. રાજકોટ શહેર જિલ્લાના ૪૦ થી વધુ અધ્યાપકો ઉત્તરવહી મૂલ્યાંકન માટે આવ્યા હતા. સરકારશ્રીની માર્ગદર્શન મુજબ સોશ્યલ ડીસ્ટન્સીંગ સેનેટાઇઝર, માસ્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઉત્તરવહી મૂલ્યાંકન શરૂ થયા બાદ ટુંક સમયમાં સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને અમરેલી ખાતે ઉત્તરવહીઓ મોકલવામાં આવશે.

(3:18 pm IST)