Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

લોકડાઉન ખુલે પછી સરકાર પહેલુ કામ ઝુપડપટ્ટી નાબુદીનું કરે

બિલ્ડરો પાસેથી પડતર ભાવે તૈયાર ફલેટ મકાનો ખરીદી ગરીબોને આપે : તો રીયલ એસ્ટેટ ને પણ તેજી મળશે

તંત્રીશ્રી, વિશ્વના મોટાભાગના દેશોની જનતાની સરખામણીમાં ભારતીય લોકોની રોગપ્રતિકારક શકિત વધારે છે. પરંતુ ખાસ કરીને ગીચ વસ્તી, ગંદી વસ્તી અને જયાં સામાન્ય રીતે હવા-પાણી વગેરે શુધ્ધ નથી મળતા ત્યાં કદાચ લોકોની રોગપ્રતિકારક શકિત સબળ હોવા છતા આવા કોરોનાના વાઇરસને પ્રસરવાની તક મળી જાય છે. આથી લોકડાઉન ખુલે ત્યાર બાદ સરકારે પ્રથમ કદમ ગંદા વસવાટ અને ઝુપડપટ્ટી  હટાવી સારી સુવિધા પ્રદાન કરવાનું ઉઠાવવું પડશે. આમેય આગામી બે ત્રણ વર્ષ સુધી રીયલ એસ્ટેટ બેઠુ થઇ શકે તેમ નથી. ત્યારે સરકારે જ વચલો રસ્તો કાઢવો પડે તેમ છે. ગુજરાત સરકાર એવી કોઇ સ્કીમ બનાવે કે જેમાં રીયલ એસ્ટેટના મોટા બિલ્ડરો દ્વારા ફેલટો- રોહાઉસ તૈ્યાર કરેલા છે તેેમને નહિ નફો નહિ નુકશાનના ધોરણે અથવા વ્યાજબી નફો લઇને લોકોને ફલેટો વિ. વેંચવાની શરૂઆત કરવામાં આવે. ગુજરાત સરકારે નવા ફલેટો મકાનો બનાવવાની સાથે સાથે આવી મોટી સ્કીમના બિલ્ડરોના મકાનો વ્યાજબી કિંમતે ખરીદી લેવા જોઇએ. બદલામાં જે તે શહેરની આજુ બાજુની જમીનો, સરકાર હસ્તક હોય અને નવી સ્કીમો માટે રીઝર્વ રાખેલ હોય તે ફલેટોના બદલમાં વેંચવી જોઇએ. જેથી સરકારને નવા મકાન ફલેટ બનાવવા કરતા આવી સ્કીમના મકાન ફલેટ મળી રહેશે. સામે ગરીબો કે જે મકાન વિહોણા છે તેમને આપી શકાશે. આ બધુ આદાન પ્રદાન જેવુ હોય સરકારે રોકડ રૂપિયાનો વ્યવહાર કયાંય કરવો નહીં પડે. જે તે બિલ્ડરોને નવી સ્કીમ બનાવીને સરકારને જમીનના બદલમાં ફલેટો આપવા આગળ આવવાનું રહેશે. ટુંકમાં એક એવી ચેઇન બની જાશે જેમાં નવી નવી વસાહતો બિલ્ડરો દ્વારા ઉભી થતી જશે અન ગુજરાત સરકારે હાઉસીંગ બોર્ડ કે અન્ય સરકારી મશીનરીનો ફકત લેવડ દેવડમાં ઉપયોગ કરી નજીવા ખર્ચે ગંદી વસ્તી નાબુદ કરવાનો રસ્તો પણ ખુલ્લો થઇ જશે. આ રીતે રીયલ એસ્ટેટ પણ ધમધમતુ થશે અને ગરીબોને મકાન આશ્રય મળતા ઝુપડપટ્ટી પણ નાબુદ થઇ જશે. વિચારવા જેવું ખરૃં.

- શાંતીગીરી ગોસ્વામી, મો.૯૪૨૬૪ ૮૪૦૯૭

(3:17 pm IST)