Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

કલેકટર તંત્રની ગાડી પાટે ચડી : અનાજ વિતરણ - મંજૂરીઓની કામગીરી વેગવંતી

મધ્યપ્રદેશના ૫૦ શ્રમિકોને વતન મોકલી દેવાયા : ગુજરાત બહાર જવા ૨૩૦ પૈકી ૧૫૩ અરજી મંજૂર, ૧૬ પેન્ડીંગ ૬ હજાર ઉદ્યોગો ચાલુ થઇ ગયા : ૧૬ હજાર પાસ ઇસ્યુ કરાયા : ૩૫ હજારને અનાજ વિતરણ બાકીઃ શહેરની ૬૫ અને ગામડાની ૮૫ દુકાનોમાં વિતરણ ચાલુઃ કાલથી બંધ થઇ જશે

રાજકોટ તા. ૨ : લોકડાઉનમાં કલેકટર તંત્ર દ્વારા આંશિક છુટછાટ, અનાજ વિતરણ સહિતની કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે જે અંતર્ગત પરપ્રાંતિય મજુરોને વતનમાં જવા મંજુરી, ઉદ્યોગો શરૂ કરવાની મંજુરી અને રાશન કાર્ડ ધારકોને વિનામુલ્યે અનાજ વિતરણ અંગેની કામગીરીના આંકડાઓ તંત્રએ જાહેર કર્યા છે.

સત્તાવાર જાહેર થયેલા આંકડાઓ મુજબ મધ્યપ્રદેશના ૫૦ મજુરોને તેઓના વતનમાં ખાસ વાહન વ્યવસ્થા દ્વારા પહોંચાડવામાં આવ્યા છે અને હજુ પણ મજુરોને ગ્રુપ મુજબ મોકલવાની વ્યવસ્થા ચાલુ છે.

હાલમાં ગુજરાત બહાર જવા માટે ૨૩૦ અરજીઓ આવી છે. જેમાંથી ૧૫૩ મંજુર કરી દેવાઇ છે. જ્યારે ૧૬ જેટલી અરજી પેન્ડીંગ છે.

આજ પ્રકારે ઉદ્યોગોની મંજુરી પણ અપાઇ રહી છે. જેમાં ૬ હજાર ઉદ્યોગો ચાલુ થઇ ગયા છે. મોટાભાગના મેટોડાના કારખાનાઓ છે. આ માટે ૧૬ હજાર મુકિત પાસ અપાયા છે.

જ્યારે રેશનીંગની દુકાનોએથી વિનામૂલ્યે અનાજ વિતરણનું કાર્ય હવે પૂર્ણ થવામાં છે. હાલમાં શહેરની ૬૫ અને ગામડાઓની ૮૫ દુકાનોમાં અનાજ વિતરણ ચાલુ છે. જો કે હવે કોઇ લેવા આવતું નહી હોવાથી કાલથી આ વિતરણ બંધ થશે. આજની સ્થિતિએ ૩૫ હજાર કાર્ડ ધારકોએ અનાજ નથી લીધું.

(3:17 pm IST)