Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

રેલ્વે મઝદુર સંઘનું આહવાન વધાવી લેવાયું...

વિશ્વ કામદાર દિવસે રેલ્વેના 'કોરોના વોરીયર્સ' કર્મચારીઓને હજ્જારો દિવા-મીણબતી પ્રજવલીત કરી બિરદાવાયા

રાજકોટ, તા. ર : કોરોના વાયરસ સંક્રમણની મહામારીમાં પણ રાષ્ટ્ર સેવા અર્થે રેલવે કર્મચારીઓ સતત સેવા આપી રહ્યા છે ત્યારે આજે વિશ્વ કામદાર દિવસની ઉજવણી નિમિત્ત્।ે એ બધાજ કોરોના વોરીયર્સને રેલ પરિવાર દ્વારા દિવાઓ/મીણબત્ત્।ી હજારોની સંખ્યમાં પ્રગટાવી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

રેલવેના વિભિન્ન વિભાગના કર્મચારીઓ જેવા કે ટ્રેક મેઈન્ટેનર્સ, લોકો પાયલોટ, ગાર્ડ, સ્ટેશન માસ્તર, પોઈન્ટ મેન, ખલાસી, સફાઈ કર્મચારી, ડોકટરો, નર્સીગ સ્ટાફ, ફાર્માસીસ્ટ, પીયુન,હોસ્પિટલ એટેન્ડન્ટ,આયા, ઈલેકટ્રીક વિભાગના કર્મચારીઓ, કેરેજ અને વેગન વિભાગ ના કર્મચારીઓ, સીગ્નલ અને ટેલીકોમ વિભાગના કર્મચારીઓ, ઓપરેટિંગ વિભાગ ના કર્મચારીઓ, કલાર્ક ઓફિસ મા પર્સનલ વિભાગના કર્મચારીઓ, લોકો વિભાગના કર્મચારીઓ, મીકેનીકલ વિભાગના કર્મચારીઓ, વાણીજય વિભાગના કર્મચારીઓ, એન્જિનિયરિંગ વિભાગના કર્મચારીઓ વગેરે વિભાગના ઓફીસરો તથા સુપરવાઈઝરો કોરોના વાયરસ સંક્રમણની વૈશ્વિક મહામારીમાં પણ અવિરત સેવા આપી રહ્યા છે ત્યારે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ના મહામંત્રી દાદા માહુરકરજી ના આદેશથી સમગ્ર વેસ્ટર્ન રેલવે ના રેલ કર્મચારીઓને હજારોની સંખ્યામાં દિપ/મીણબત્ત્।ી પ્રગટાવીને સન્માનિત કરાયા... રાજકોટ ડિવિઝન માં મંડળ મંત્રી હિરેન મેહતાના નેતૃત્વ હેઠળ અને માર્ગદર્શન હેઠળ વણીરોડ, સુરેન્દ્રનગર, વાંકાનેર, મોરબી, રાજકોટ, હાપા, ખંભાળિયા, જામનગર, દ્વારકા, ઓખા સુધીના દરેક સ્ટેશને, કાર્ય સ્થાન પર તથા કોલોનીઓમાં રહેતા રેલ પરિવાર એ દિપક પ્રજ્જવલિત કરી એક નવી ચેતના અને ઊર્જાનો સંચાર કરી કાર્યરત કર્મચારીઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટેની કામના કરી સન્માનિત કર્યા હતા.

આ દિવાઓથી ઝળહળતા રાજકોટ ડિવિઝનના વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી જેમાં હિરેન મેહતાના નેતૃત્વ હેઠળ હિમાંશુ જાદવ,ડી એસ સોઢા, અમીત ભાર્ગવ, દિલીપ ભાઈ, પવન ત્યાગી, હિતેશ ઠક્કર, હરિસિંહ, સુદિપ મીશ્રા, યુવરાજસિંહ, અભિષેક રંજન, જસમીન ઓઝા, મયુર સિંહ, ઈકબાલભાઈ, ચેતન ઉપાધ્યાય, કેતન ભટ્ટી, ડી એસ શર્મા, વિવેકાનંદ, સંદિપ તાયડે, વિષ્ણુ ગઢવી, કલેમેન્ટ મચાડો,રસુલભાઈ, હરદેવસિંહ, જે કે મેહતા, સુરેન્દ્રકુમાર, સુરજ્ઞાન મીણા, આર એચ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, એસ દવે, એલ પી યાદવ તથા મહિલા પાંખમાં અવની ઓઝા,ધર્મીષ્ઠા પૈજા, પુષ્પા ડોડીયા, વિક્રમ બા, જયશ્રીએ , મુમતાઝબેન, ભાવના ગોમે વગેરેએ સહયોગ કરી આ ઉર્જા અને ચેતના સભર કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. કામદાર એકતા જિંદાબાદના નાદ સાથે ડિવિઝનલ સેક્રેટરી હિરેન મેહતા એ જણાવ્યું હતું કે કર્મચારીઓનુ ડી એ ફિજ કરેલ છે તેનો વિરોધ અને સંઘર્ષ આજે NFIR ના મહામંત્રી ડો એમ રાઘવૈયાજી આપણા તરફથી મજબુતાઈ થી લડી રહ્યા છે આગળ એમના તથા મહામંત્રી દાદા માહુરકરજીના આદેશ મુજબ સખ્ત રીતે વિરોધ કરીશું . કર્મચારીઓના હક અને હિત માટે સતત જાગૃત રહીને લડનાર સંગઠન એન એફ આઈ આર/ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ છે. કર્મચારીઓ ના વિશ્વાસ નું પ્રતિક છે. અમે રેલ કર્મચારીઓ માટે સતત કાર્યશીલ છીએ અને રહીશું. તેવો કોલ આપવામાં આવ્યો હતો.

(3:16 pm IST)