Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

પ્રહલાદ પ્લોટમાં દેવાંગ પારેખના મકાનમાં જુગાર રમતા ૪ ઝડપાયા

મકાન માલીક દેવાંગ તથા ભાવેશ જીંજુવાડીયા, કેયુર આડેસરા અને ગૌરવ પારેખની ધરપકડ

રાજકોટ, તા.ર : શહેરના પ્રહલાદ પ્લોટમાં રહેતા સોની યુવાનના મકાનમાં એ-ડીવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ એ-ડીવીઝન પોલીસ મથકના પીઆઇ સી.જી. જોષીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.એમ. ડોડીયા તથા એએસઆઇ ભરતસિંહ, વી.ડી. ઝાલા સહિત પેટ્રોલીંગ હતાં ત્યારે બાતમીના આધારે પ્રહલાદ પ્લોટ શેરી નં.૩૭માં રહેતા દેવાંગ શરદભાઇ પારેખ (ઉ.વ.૩૦)ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલિક દેવાંગ પારેખ તથા જયરાજ પ્લોટ શેરી નં. ૯ના ભાવેશ મનસુખભાઇ જીંજુવાડીયા, ખત્રીવાડ વ્રજલાલ પારેખવાડી શેરીના કેયુર પ્રતાપભાઇ આડેસરા તથા ગૌરવ શરદભાઇ પારેખ (રહે. પ્રહલાદ પ્લોટ શેરી નં. ૩૮)ને પકડી લઇ રૂ. ર૦૯૮૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(2:32 pm IST)