Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

માંડા ડુંગર ભીમરાવનગરના ખુન કેસમાં આરોપીની માનવતાની જામીન અરજી રદ

રાજકોટ, તા., ૨: અત્રે આજી ડેમ પાસે આવેલ માંડા ડુંગર ભીમરાવનગરમાં જૈન દેરાસરની સામે આવેલ માતાજીના મઢમાં સુતેલા મોરારી કેશુભાઇ મકવાણાની છરીના ઘા મારી હત્યા કરવા અંગે પકડાયેલ આરોપલી ઇશ્વર છગનભાઇ મકવાણાએ માતાની બીમારી સબબ ૩૦ દિવસના વચગાળા જામીન મેળવવા કરેલ અરજીને સેસન્સ કોર્ટે રદ કરી હતી.

આ બનાવ અંગે ફરીયાદી ઇશ્વર કેશુભાઇ મકવાણાએ આજી ડેમ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં વિગતમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદીને બેન સાથે આરોપી ઇશ્વર ફોનમાં વાત કરતો હોય અનેતેની પાછળ પડી ગયેલ હોય જે અંગે આરોપીએ તા.ર૭-૪-૧૯ના રોજ બપોરના મરનાર ફરીયાદીના માતાજીના મઢમાં સુતો હતો ત્યારે છરીના ઘા મારીને હત્યા નિપજાવી હતી.

આ ગુનામાં આરોપીની ધરપકડ કરી જેલહવાલે કરવામાં આવેલ હતો. અગાઉ પણ આરોપીની જામીન અરજીને અદાલતે રદ કરી હતી. હાલમાં કોરોનાના સમયમાં આરોપીએ તેની વૃધ્ધ માતાની બિમારી અને સારવાર સબબ વચગાળાના ૩૦ દિવસ માટે જામીન પર છુટવા અરજી કરી હતી.

આ અરજીની સુનાવણી થતા સરકારી વકીલ પરાગ એન.શાહે કરેલ રજુઆતને ધ્યાને લઇને સેસન્સ અદાલતે આરોપીની માનવતાની વચગાળાની જામીન અરજી કરી હતી.

આ કામમાં સરકારપક્ષે સરકારી વકીલ  પરાગ એન.શાહ રોકાયા હતા.

(2:32 pm IST)