Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

ડીસેમ્બરમાં ૬ કનેકશન માટે અરજી કરી...પૈસા ભરી દિધા છતાં વીજ તંત્ર કનેકશન આપતું નથીઃ બીલ્ડરની ફરિયાદ

૬ કનેકશનમાં પ બે ફેઇઝ અને ૧ ત્રણ ફેઇઝ કનેકશનઃ ચીફ ઇજનેર-એમડી સુધી ધ્યાન દોરાયું : કાલાવાડ રોડ સબ ડીવીઝનના પાલા અને ઇજનેર ઝાલા જવાબ દેતા ન હોવાની ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ધા નાંખી...

રાજકોટ તા. ર :.. એક બાજુથી કલેકટર  તંત્ર ધડાધડ બીલ્ડરોને સાઇટો શરૂ કરવા મંજૂરી આપે છે તો બીજી બાજૂ જીઇબીનું કાલાવડ રોડ સબ ડીવીઝન લોકોને - ગ્રાહકોને હેરાન કરવામાં બાકી રાખતુ નથી, એવી ચોંકાવનારી ફરીયાદ રાજકોટના એક બીલ્ડર ંપંકજભાઇ તન્ના અને માયાબેન ભુપતભાઇ તન્નાએ કરી છે, તેમણે 'અકિલા' ઉપરાંત, ઉચ્ચ અધિકારીઓ તથા ચીફ ઇજનેર અને એમડીને પણ જાણ કરી ધા નાંખી છે.

માયાબેન ભુપતભાઇ તન્ના  અને પંજકભાઇ તન્નાએ એવી ફરીયાદ કરી છે કે, 'વૃંદાવન' નીલકંઠનગર શેરી નં. ૩, પટેલ કન્યા છાત્રાલય સામે વોર્ડ નં. ૯, પોતાના બીલ્ડીંગ બનાવવા માટે કાલાવાડ રોડ સબ ડીવીઝનમાં ડીસેમ્બરમાં  ર ફેઇઝના પ કનેકશન અને ત્રણ ફેઇઝના ૧ કનેકશન માટે અરજી કરેલ તે પછી કવોટેશન અપાયેલ તે મુજબ ૬-૧-ર૦ર૦ ના રોજ રકમ પણ ભરી દિધી, છતાં આજે ૪ થી પ મહિના થઇ ગયા મને કનેકશન મળ્યું નથી.

ભુપતભાઇએ જણાવ્યું હતું કે દર વખતે કાલાવડ રોડ સબ ડીવીઝનના જવાબદાર અધિકારી કેબલ નથી, પરમીશન નથી તેવા બહાના કાઢે છે, ત્યાંના ઇજનેર ઝાલા યોગ્ય જવાબ આપતા નથી, તો સ્ટાફના પાલાએ અસભ્ય વર્તન કરેલ, અપમાનજનક પ્રતિક્રિયા દાખવેલ અને સિકયુરીટી બોલાવી હતી તેવી ચોંકાવનારી બાબતો ભુપતભાઇ અને માયાબેન ફરીયાદમાં જણાવી છે. તેમણે કહયું હતું કે, કેબલ પણ નખાઇ ગયો છે, બધુ ઉભુ થઇ ગયું છે, છતાં વીજ કનેકશન અપાતું નથી, ઉચ્ચ અધિકારીઓ તાકિદે યોગ્ય કરે તેવી માગણી છે. દરમિયાન આ બાબતે કાલાવાડ રોડ સબ ડીવીઝનના પાલાનો સંપર્ક કરતા તેમણે 'અકિલા' ને જણાવેલ કે એવી કોઇ અરજી મારી પાસે આવી નથી.

(3:20 pm IST)