Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

કાલે વિશ્વ હાસ્ય દિવસઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સાદાઇથી ઉજવાશે

પ્રાર્થના ધ્યાન-હાસ્ય ધ્યાન-સંધ્યા ધ્યાનઃ ઓશોના સભ્યો પોત પોતાના ઘરે રહી ઉજવણી કરશે

રાજકોટ : છેલ્લા ૩૪ વર્ષોથી ર૪ કલાક ઓશો પ્રવૃતિથી ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવે છે. ત્યારે આવતીકાલે રવિવારે વિશ્વ હાસ્ય દિવસ નિમિતે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સાદાઇથી ઉજવણી કરશે. પ્રાર્થના ધ્યાન, હાસ્ય ધ્યાન, સંધ્યા ધ્યાન રાખવામાં આવેલ છે.

આવતી કાલે તા. ૩ મે ના રવિવારે વિશ્વ હાસ્ય દિવસ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સાદાઇથી બે વ્યકિત દ્વારા (સ્વામી સત્ય પ્રકાશ તથા અશોકભાઇ લૂંગાતર દ્વારા ઉજવવામાં આવશે.

ઓશો ધ્યાન મંદિરના બીજા સભ્યો પોતાના ઘરે રહીને ઉજવણી કરશે. સાંજના ૬-૪પ થી ૮ દરમ્યાન પ્રાર્થના ધ્યાન, હાસ્ય ધ્યાન, તથા ઓશોના મુલ્લા નરાસદિનના જોકસ સંભળાવી ઉજવવામાં આવશે. લોકડાઉનની પરિસ્થિતિને અનુલક્ષીને ઓશો ઇન્ટર સર્કલ દ્વારા સાદાઇથી ઉજવવાનું નકકી કરાયું છે.

સ્થળ :- ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રિજ પાસે, ૪ વૈદવાડી ડી-માર્ટની પાછળની શેરી, રાજકોટ.

વિશેષ માહિતી :- સ્વામી સત્ય પ્રકાશ ૯૪ર૭ર પ૪ર૭૬, સંજીવ રાઠોડ મો. ૯૮ર૪૮ ૮૬૦૭૦.

(2:29 pm IST)