Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક એકમો પુનઃ ધમધમ્યા

૭૮ હજારથી વધુ કારીગરો સાથે ૯૫૭૩ ઔદ્યોગિક એકમો થયા કાર્યાન્વિત

રાજકોટ તા. ૨ : કોવીડ-૧૯ના સંકટ વચ્ચે ઔદ્યોગિક એકમો થકી આર્થિક માળખાને ફરી ધબકતું કરવા માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઔદ્યોગિક એકમોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાના ૯૫૭૩ ઔદ્યોગિક એકમો ૭૮ હજારથી વધુ કારીગરો સાથે ધમધમતા થયા છે. નોંધનીય છે કે જિલ્લા વહીવટી તંત્રને અત્યાર સુધીમાં ૧૦,૦૫૬ જેટલા ઔદ્યોગિક એકમો શરૂ કરવાની અરજીઓ આવી હતી. જેમાંથી ૯૬૩૯ એકમોને મંજૂરી આપવામાં આવી છે.

 મોટા ઉદ્યોગોના પુરક એવા સુક્ષ્મ, લદ્યુ અને મધ્યમ ઉદ્યોગોના સમાવેશ સાથે જી.આઈ.ડી.સી વિસ્તારના ૨૨૧૪ એકમો અને જી.આઈ.ડી.સી બહારના ૭૪૨૫ એકમોને પણ વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તધ્ઉપરાંત કાયર્િાન્વત થયેલા ઔદ્યોગિક એકમો પૈકી ૯૮ એકમો દ્વારા અન્ય દેશમાં નિકાસ કરવામાં આવે છે. તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કિશોર મોરીની યાદીમાં જણાવાયું છે.

(2:28 pm IST)