Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

માત્ર એક કોલ કે મેસેજ મોકલી ઘરઆંગણે દવાઓ મેળવો,ઘરમાં રહો, સુરક્ષિત રહો

દરરોજ ૩૦૦-૩૫૦ જેટલા લોકોને ઘરબેઠા ''સંજીવની'' સમાન દવાઓ પહોંચતી કરતા રાજકોટ કુરીયર એન્ડ કાર્ગો એશોસીએશનના 'સંકટમોચન' સભ્યો

રાજકોટઃ રામાયણ કાળમાં સંકટમોચન શ્રી હનુમાન દ્વારા જે રીતે સંજીવની બુટી લંકાતટ સુધી પહોંચતી કરી લક્ષ્મણના પ્રાણને બચાવાયા હતા. તે પ્રસંગને તાધ્શ્ય કરાવતાં હાલ લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતી વચ્ચે રાજકોટ સ્થિત કુરીયર એન્ડ કાર્ગો એસોશિએશનના ૧૦૦થી વધુ સભ્યો દ્વારા રાજકોટ તેમજ આસપાસના વિસ્તારોમાં દવાઓની ફ્રી હોમ ડિલીવરી કરાઇ રહી છે.

હાલની કારોના વાયરસની મહામારીના નિયંત્રણમાં સોશિયલ ડિસ્ટન્સીંગ એ એક માત્ર કારગર ઉપાય હોઇ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અમલી બનાવાયેલા લોકાડાઉનના સધન અમલીકરણ અને લોકો ઘરમાંજ રહે તે બાબત મહત્વપૂર્ણ છે. આ વિકટસમયમાં પણ લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ સુલભ રહે તે માટે વહિવટીતંત્ર સાથે અનેક સ્વયંસેવી લોકો પણ કોરોના વારીયર્સ તરીકે પોતાનું યોગદાન આપી રહ્યા છે.

રાજકોટ સ્થિત કુરીયર એન્ડ કાર્ગો એસોશિએશને કોરોના વાયરસને કારણે લોકડાઉન થયેલા રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં દર્દીઓને જીવનજરૂરી દવાઓ  ઘરઆંગણે જ મળી રહે તે માટે મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલ સાથે બેઠક યોજી હતી. જે અન્વયે તા. ૨૭ માર્ચના રોજથી એસોશિએશનના ૭૧ જેટલા સ્ટાફ તથા અન્ય મળી કુલ ૧૦૦થી વધુ સભ્યો દ્વારા રાજકોટના કુલ ૧૮ વોર્ડ અને ૩૦ મેડીકલ સ્ટોર્સ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના શહેરો સુધી દવાઓની ફ્રી હોમ ડિલીવરી કરવાનું સેવાકાર્ય શરૂ કર્યુ જે હાલમાં પણ અવિરત છે.

રાજકોટ કુરીયર્સ અને કાર્ગો એસોશિએશનના પ્રમુખશ્રી મહેન્દ્રભાઇ ગોસ્વામી, મારૂતિ કુરિયર્સ સર્વિસના મોહનભાઇ મોકરીયા, શકિત કાર્ગોના શ્રી અમિતભાઇ માંડવીયા અને મયુરભાઇ ગોહેલ સહિત એસોશીએશનના સભ્યો દ્વારા રાજકોટ શહેરમાં રોજની ૩૦૦ થી ૩૫૦ અને સૌરાષ્ટ્ર-કચ્છના ૫૦ થી ૭૦ ડિલીવરી રોજીંદી સ્વખર્ચે પહોંચતી કરવામાં આવી રહી છે.

ઘરબેઠા દવાઓ મેળવવા સંપર્ક કરો

તમારી દવાઓ ઘેર બેઠા મેળવવા માટે એશોસિએશનના સભ્યોને માત્ર ટેલીફોનીક કે મેસેજ દ્વારા જાણ કરવાની રહે છે. આ માટે શ્રી મોહનભાઇ મોકરીયા- મો. ૯૮૨૫૦૬૯૩૪૫, શ્રી અમીતભાઇ માંડવીયા મો. ૯૮૨૪૬૫૦૫૨૧, શ્રીલાલજીભાઇ શિયાણી – મો. ૮૦૦૦૯૮૮૦૮૦, શ્રી રોનકભાઇ રાજાણી-મો. ૯૩૭૫૫૫૦૦૦૫પ, શ્રી હરીશભાઇ શિયાણી –મો. ૯૩૭૭૭૪૬૫૨૧, શ્રી ભાવેશભાઇ ભોગાયતા –મો. ૯૮૭૯૫૭૪૪૮૮, શ્રી અશોકભાઇ બાલેજા-મો. ૯૮૮૫૮૬૬૩૬૨, શ્રી ભીમજીભાઇ જમારીયા- મો. ૯૩૭૭૭૬૨૪૩૧, શ્રી પિયુષભાઇ ચંદારણા મો. ૯૮૯૮૨૮૧૧૩૩, શ્રી અયાઝભાઇ લાતીવાલા- મો. ૯૮૨૫૪૪૭૫૭૧, શ્રી અભયભાઇ લાઠીયા- મો.૯૨૭૫૧૩૯૯૫૧ તથા શ્રી ઝાકીરભાઇ ભારમલ-મો. ૬૩૫૨૧૨૬૪૭૭ ને સંપર્ક કરવાથી દવાની જરૂરિયાત ધરાવનારને ઘર બેઠા દવા મળી રહેશે.

(2:26 pm IST)