Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

સાર્વજનિક સેવા સમિતિ દ્વારા સેવાયજ્ઞ : દરરોજ ૧૫૦૦ થી વધુ લોકોની આંતરડી ઠારે છે

રાજકોટ : વેશ્વિક કોરોના મહામારીના કપરા સમયમાં ડોકટરો, પોલીસ, સફાઇ કર્મીઓ, મીડીયા કર્મીઓ ઉપરાત વિવિધ સેવાભાવી સંસ્થાના કાર્યકરો કોરોના વોરીયર્સ બનીને ઝઝુમ્યા છે અને સામાજીક દાયિત્વ નિભાવ્યું છે. રેયા રોડ પર સેવા ક્ષેત્રે છેલ્લા ધણા વર્ષોથી કાર્યરત સાર્વજનિક સેવા સમિતિ દ્વારા પણ છેલ્લા ૩૮ દિવસથી અવિરત સેવાયજ્ઞ ચાલી રહયો છે. જેમાં બપોરે અને સાંજે મળી કુલ ૧૫૦૦ થી વધુ ટીફીન કાર્યકરો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જરૂરીયાતમંદોના ઘરે ઘરે જઇને પહોંચાડવામાં આવી રહ્યા છે. ફુડ પાર્સલના વિતરણ વખતે પાર્સલ લેનાર વ્યકિતનું માન-સન્માન જળવાય રહે તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. સેવાની સાથો સાથ સોશ્યલ ડીસ્ટન્ટ જળવાઇ રહે તેનો પણ પુરતો ખ્યાલ રાખવામાં આવતો હોવાનું વિગતો વર્ણવતા સામાજીક અગ્રણી રાજુભાઇ જુંજાની યાદીમાં જણાવાયુ છે. રેયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડીટોરીયમની સામે સાર્વજનીક સેવા સમિતિ દ્વારા ડો.રાહુલ ગોંડલીયાના સહયોગથી કોરોના સામે રક્ષણ આપતી હોમીયોપેથીક દવાનું વિતરણ પણ કરવામાં આવેલ જેમાં ૩૮૦૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. ત્યારબાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્રારા લોકડાઉનનો નિર્ણય જાહેર કરતાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકો માટે રાહત રસોડુ શરૂ કરવામાં આવ્યુ. તુલસી બંગ્લોઝ સામેના ગ્રાઉન્ડમાં શરૂ કરાયેલા રાહત રસોડામાં બહેનો દ્વારા ઘરે ઘરે રોટલીઓ તૈયાર કરીને પહોંચાડવામાં આવે છે. જયારે શાક અને સંભારો રાહત રસોડામાં બનાવી કુડ પાર્સલ તૈયાર કરી કાર્યકરો દ્વારા જરૂરતમંદોને ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે. દરરોજ ૬ થી ૮ હજાર રોટલીનું અનુદાન મળી રહ્યુ છે. ઉપરાંત શાકભાજી, મસાલા, તેલ સહીતનું કરીયાણું દાતાઓ તરફથી મળે છે. આ સેવાયજ્ઞમાં યોગદાન આપનાર સોસાયટીઓમાં તુલસી બંગ્લોઝ, આલાપ ગ્રીનસીટી, તુલીપ એપાર્ટમેન્ટ, ગોલ્ડ સ્ટોન, વિવાન, શ્રીહરી એપાર્ટમેન્ટ, શુભમ ડુપ્લેક્ષ, મારૂતિ ડુપ્લેક્ષ, શાંતિ નિકેતન સોસાયટી, અમૃત પાર્ક, કૈલાસ પાર્ક, જે. એમ. સી. નગર, કડીયાઇનગર, અંબીકા નગર, કોપર હાઇટસ, ગુંજન રેસીડેન્સી, બીલીપત્ર, અમીધારા, દ્વારકેશ, બેકબોન રેસીડેન્સી વિગેરે વિસ્તારોનો સહયોગ સાંપડયો છે. આ સેવાયજ્ઞમાં ખાસ કરીને અન્નપુર્ણા ગ્રુપના અમીનેશભાઇ રૂપાણી, ડેનીશભાઇ આડેસરા અને જતીનભાઇ મણીયારનું માર્ગદર્શન મળ્યું હતો. તેમજ ગુરૂદ્વારા અન્નક્ષેત્રના હરીસિંધ સુચારીયા અને સમશેરસિંઘ સુચારીયાનો સહકાર મળ્યો હતો. આ સેવાયજ્ઞમાં રોટીસેવામાં જમનભાઇ પટેલ, હિતેષભાઇ પટેલ, દિપકભાઇ ગોસાઇ, ગૌરવભાઇ શાહ, બી. ટી. રાઠોડ, ડો. રાજેશ ત્રિવેદી, એડવોકેટ જતીનભાઇ ભટ્ટ, જયેશભાઇ રાઠોડ, મીરલભાઇ, જીતેન્દ્રભાઇ રાવલ, દિલીપભાઇ દેસાઇ, કીર્તીભાઇ પારેખ, કાંતીભાઇ ભાલોડીયા, જયેશભાઇ ગાંધી, પવન ચાવડા, ધનરાજ ઝાલાવડીયા, મીલનભાઇ સંતોકી, કીરીટભાઇ પટેલ, અરવિંદભાઇ વેકરીયા, જનક પોપટ, મહેન્દ્રસિંહ જાડેજા વિગેરેએ સેવા આપી હતી. તેમજ શાકભાજીના દાતાઓમાં ગીરીશભાઇ હરસોડા, લવજીભાઇ સખીયા, લક્ષ્મી ટ્રેડીંગવાળા સુરેશભાઇ લુણાગરીયા અને પપ્પુભાઇ લુણાગરીયાએ સેવા આપી હતી. આ સેવાયજ્ઞમાં મંગેશભાઇ દેસાઇ, રાજુભાઇ જુંજા, નિલેશભાઇ લુંભાણી, સમીરભાઇ શાહ, જયસુખભાઇ ગૌસ્વામી, દીપકભાઇ ભટ્ટ, માવજીભાઇ મારૂ, નવીનભાઇ ગોરડીયા, દર્શનભાઇ પંડયા, સાવનભાઇ પંડયા, નિલભાઇ ચંદારાણા, પાર્થભાઇ ચગ, ગોરધનભાઇ વધાસીયા, વિમલભાઇ તન્ના, રૂષીભાઇ ત્રિવેદી, રાજુભાઇ પોબારૂ, રમેશભાઇ સભાયા, અરૂણભાઇ વઘાસીયા, જીગરભાઇ દેસાઇ, હાર્દિકભાઇ ગોરડીયા, દીગેશભાઇ વાઘેલા, શ્રેયસભાઇ વાઘેલા, મોમભાઇ બાંભવા, બકુલભાઇ બાંભવા, હર્ષદભાઇ સભાયા, ખોડુભાઇ સભાયા, કિરીટભાઇ રાણપરીયા, જીતેન્દ્રભાઇ ઉદાણી, વિનોદભાઇ પોબારૂ, મનીષભાઇ ચોકસી, શિવાભાઇ પાનસુરીયા, બીપીનભાઇ કેસરીયા, રાકેશભાઇ ચિતલીયા, વિક્રમસિંહ પરમાર, પ્રદિપભાઇ મહેતા, નવલસિંહ જાડેજા, મનહરભાઇ, મુકેશભાઇ દેસાઇ, નેહલભાઇ તેલી વિગેરેએ આ કોરોના મહામારીના કપરા સમયમાં ઘર પરિવારની ચિતા છોડીને કોરોના વોરીયર્સ તરીકે સેવા આપી હતી.

(2:24 pm IST)