Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

દાણાપીઠના વેપારીઓ દ્વારા રૂ.૨ લાખ ૨૧ હજારનું અનુદાન

રાજકોટઃ લોકડાઉનના સમયમાં હોલસેલના અને રીટેઇલ વેપારીઓને કોઇને આવવા જવામાં તકલીફ ન પડે તે માટે જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહનજીએ દાણાપીઠ વેપારી એસોસીએશનના પ્રમુખશ્રી બીપીનભાઇ કેસરીયા સાથે સંકલન કરી તાત્કાલીક વેપારીઓ માટે પાસની વ્યવસ્થા ગોઠવી હતી.   ડેપ્યુટી કલેકટરશ્રી સિધ્ધાર્થભાઇ ગઢવી અને જીએસટી વર્તુળ ર૩ના ડેપ્યુટી કમીશ્નર શ્રી ડી.એન. ગોયાણી  સતત સંપર્કમાં રહી માર્ગદર્શન પૂરૂ પાડયું હતું. દાણાપીઠ વેપારી એસોસીએશન દ્રારા મુખ્યમંત્રી રાહત ફંડમાં ર. ૧૫,૧૧૧૧નો ચેક જીલ્લા કલેકટરશ્રીને અર્પણ કર્યો હતો. આ તકે જીલ્લા કલેકટર તંત્ર દ્રારા તૈયાર કરવામાં આવેલી રાશનકીટ પેટે રૂ. ૬૯,૮૮૯ મળી કુલ રૂ. રર,૧૦૦૦નું અનુદાન સરકારમાં  આપેલ છે. આવશ્યક ચીજ-વસ્તુઓનું વિતરણ ૧૪૦ દુકાનોમાંથી થયુ હતુ. જેમાં દરેક અનાજ-કઠોળના વેચાણની વિગત કલેકટરને મોકલવામાં આવે છે. આ સંપૂર્ણ વ્યવસ્થા માટે દાણાપીઠ એસોસીએશનના પ્રમુખ બીપીનભાઇ કેસરીયા, સભ્ય નલીનભાઇ બુધ્ધદેવ, હરીશભાઇ શીંગાળા, જતીનભાઇ બગડાઈ, મહેશભાઇ મહેતા, દિનેશભાઇ મણવર, ભરતભાઇ માણેક, મહેન્દ્રભાઇ પુજારા, ધનસુખભાઇ રાયચુરા સહિતના વેપારી મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

(2:23 pm IST)