Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

માધાપર ચોકડી નજીક નવા બની રહેલા બિલ્ડીંગ પરથી પડી જતાં મજૂરનું મોત

મધ્યપ્રદેશનો ધનુ નાના ભાઇ સાથે કડીયા કામ કરતો'તોઃ પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૨: માધાપર ચોકડી નજીક ગોકુલ મથુરા પાછળ નવા બની રહેલા બિલ્ડીંગની સાઇટ પર કડીયા કામ કરતો મુળ મધ્યપ્રદેશનો મજૂર યુવાન અકસ્માતે બિલ્ડીંગ પરથી પડી જતાં મોત નિપજ્યું છે.

મધ્યપ્રદેશનો ધનુ મંગુભાઇ ધાવડ (ઉ.૨૨) ૧૫૦ રીંગ રોડ પર ગોકુલ મથુરા પાછળ કડીયા કામની સાઇટ પર તેના નાના ભાઇ સાથે રહી મજૂરી કરતો હતો. થોડા દિવસો પહેલા જ લોકડાઉન વચ્ચે મંજુરી બાદ સાત માળના બિલ્ડીંગનું  અધુરૂ કામ શરૂ થયું હતું. ગત સાંજે ધનુ ઉપરના કોઇ માળે આટો મારવા ગયા બાદ અકસ્માતે પડી ગયો હતો. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના શેલેષપરી અને લક્ષમણભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ત્રણ ભાઇમાં મોટો હતો. બનાવથી તેના સ્વજનો, સાથી મજૂરોમાં શોક છવાઇ ગયો હતો.

(1:08 pm IST)