Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

લોકડાઉન-૩નો કડક અમલ કરાવવા સવારથી જ પોલીસનું પેટ્રોલીંગ-ફલેગમાર્ચ

કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા લોકડાઉન અમલી બનાવાયું હતું. ત્રીજી મેથી લોકડાઉન ખુલશે તેવી આશા હતી. પરંતુ ગઇકાલે સાંજે જ ૧૭ મે સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. આજ સવારથી જ શહેર પોલીસે લોકડાઉન-૦૩નો કડક અમલ કરાવવા ફરીથી કાર્યવાહી શરૂ કરી હતી. એસીપી જે. એસ. ગેડમ, તાલુકા પીઆઇ જે. વી. ધોળા, એસીપી કે. પી. દિયોરા, પ્ર.નગર પીઆઇ વી. એસ. વણઝારા તથા ટીમોએ પોત પોતાના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ તથા ફલેગમાર્ચ યોજી હતી. લોકોને ઘરમાં જ રહેવા સમજાવ્યા હતાં

(1:07 pm IST)