Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

હોસ્પિટલ ચોક, દાણાપીઠ, જ્યુબીલી ચોક, ત્રિકોણ બાગ વિસ્તારોમાં ફલેગમાર્ચ

રાજકોટઃ લોકડાઉનને ૧૭મી મે સુધી લંબાવી દેવામાં આવતાં તમામ અલગ-અલગ ઝોનના એસીપી તથા જે તે ઝોનના પોલીસ મથકના ઇન્સપેકટર્સ અને તેમની ટીમોએ ગત સાંજથી જ ફૂટ પેટ્રોલીંગ, ફલેગ માર્ચ શરૂ કરી દઇ લોકોને બીનજરૂરી બહાર ન નીકળી લોકડાઉનનો કડક અમલ કરવા સમજાવવાનું શરૂ કરી દીધું હતું. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈનીની સુચના હેઠળ એસીપી ઉત્તર એસ.આર. ટંડેલ તથા એ-ડિવીઝન પીઆઇ સી. જી. જોષી, રિઝર્વ પીઆઇ કોટડીયા, પીએસઆઇ આર. એસ. સાકળીયા અને ટીમોએ સાંજે સિવિલ હોસ્પિટલ ચોકી, દાણાપીઠ, જ્યુબીલી ચોક, ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં ફલેગ માર્ચ તથા ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. જેનું એક દ્રશ્ય જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(1:06 pm IST)