Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

ટ્રાફિક પોલીસની લોકડાઉન અમલની તથા સેવાકિય પ્રવૃતિઃ ૪ સેકટરમાં ૨૭૧ વાહન ડિટેઇન કર્યાઃ ભુખ્યાઓને ભોજન આપ્યું

અંતરિયાળ વિસ્તારમાં ફૂડ પેકેટ પહોંચાડ્યાઃ મેન્ટલી રિટાયર્ડ વ્યકિતના પરિવારને રાશનની મદદઃ એસીપી બી. એ. ચાવડા અને ચાર પોલીસ ઇન્સ્પેકટર્સ તથા ટીમોની કામગીરી

રાજકોટઃ કોરોનાનું સંક્રમણ અટકાવવા શહેર પોલીસની ટીમો સતત કાર્યરત છે. ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં ટ્રાફિક પોલીસની ટીમો ૪ સેકટરમાં ૩૬ પોઇન્ટ અને ૧૫ સબ સેકટરમાં વિભાજીત થઇ સેકટરવાઇઝ કામગીરી કરે છે. જેમાં સેકટર-૧માં પીઆઇ એમ. આર. પરમાર અને ટીમે ૯૫૪ વાહન ચેક કરી ૭૫ ડિટેઇન કરી જાહેરનામા ભંગના બે કેસ, સેકટર-૨ના પીઆઇ એમ. ડી. વાળા અને ટીમે ૭૯૭ વાહન ચેક કરી ૭૦ ડિટેઇન, જાહેરનામા ભંગના ૩ કેસ, બી. ડી. ઝીલરીયા અને ટીમે ૪૮૪ વાહન ચેક કરી ૫૬ ડિટેઇન અને જાહેરનામા ભંગના ૩ કેસ તથા પીઆઇ એસ. એન. ગડ્ડુ અને ટીમે ૧૧૧૧ વાહન ચેક કરી ૨૭૧ ડિટેઇન કર્યા હતાં. તેમજ જાહેરનામા ભંગના ૮ કેસ નોંધ્યા હતાં. એસીપી બી. એ. ચાવડા, એએસઆઇ બી. કે. જાડેજા અને ટીમોએ સતત આ કામગીરી લોકડાઉનના સમયમાં કરી છે. દરરોજ અંતરિયાળ વિસ્તારોમાં ફૂડ પેકેટ પણ પહોંચાડાય છે. વિરડા વાજડી ખાતે પણ ભોજન કેમ્પમાં ભુખ્યાના જઠરાગ્ની ઠારવામાં આવે છે. એરપોર્ટ ફાટક નજીક મેન્ટલી રિટાયર્ડ વ્યકિતના પરિવારને પણ ટ્રાફિક પોલીસે રાશન પહોંચાડ્યું હતું.

(1:06 pm IST)