Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

સોમવારથી શું?!: રાજકોટના વેપારીઓ-લોકો અવઢવમાં

પાનની દુકાનો-ચાવાળા અન્ય તમામ વેપારીઓ દ્વારા પુછપરછનો દોરઃ કલેકટર-કોર્પોરેશન ઉપર ઇન્કવાયરીઓ શરૂ... : કલેકટર રેમ્યા મોહનની 'અકિલા' સાથે વાતચીતઃ ગુજરાત સરકારની ગાઇડ લાઇન આવવા દયોઃ બધુ એ પ્રમાણે થશે

રાજકોટ તા. ર :.. કેન્દ્ર સરકારે રેડ-ઓરેંજ-ગ્રીન ઝોન અંગે સોમવારથી ખોલવા અંગે જાહેરાતો કરી તો સાથો-સાથ ૧૭ મે સુધી લોકડાઉન પણ જાહેર કર્યુ... અનેક દૂકાનો ખૂલશે, જીલ્લામાં અંદર જઇ શકાશે. ટુ વ્હીલર-ફોર વ્હીલર વિગેરે માટે છૂટછાટો થઇ.

પરંતુ આ તમામ જાહેરાતો બાબતે રાજકોટની પ્રજા - નાના મોટા વેપારીઓ ભારે અવઢવમાં છે, આ લોકો સતત પૂછી રહ્યા છે કે સોમવારથી અમારે શું કરવાનું, કઇ રીતે જવાનું, દુકાનો કઇ કઇ ખોલવાની વિગેરે બાબતે અનેક મતમતાંતરો પ્રર્વતી રહ્યા છે.

રાજકોટની પાનની દુકાનોના ધંધાર્થીઓ ઉપરાંત ચા-વાળા, મીસ્ત્રી-ઇલેકટ્રીશયન-પ્લમ્બર કામકાજ કરતા તથા અન્ય તમામ વેપારીઓએ પુછપરછનો સવારથી દોર ચલાવ્યો છે, કલેકટર-કોર્પોરેશન ખાતે સતત ફોન ઉપર ઇન્કવાયરીઓ શરૂ થઇ છે.

દરમિયાન આ બાબતે રાજકોટ કલેકટર શ્રી રેમ્યા મોહનનો સંપર્ક કરતા તેમણે 'અકિલા' ને ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની ગાઇડ લાઇન આવવા દયો બધુ એ પ્રમાણે થશે.

તેમણે જણાવેલ કે હાલ કોઇ નિર્ણય નહિ લઇ શકાય, આવેલા નોટીફિકેશનમાં છેલ્લે ઘણી સ્પષ્ટતાઓ છે, પછી લગ્ન પ્રસંગ માટે મંજૂરી આપવી કે નહી તે બાબત જેવુ થાય, હાલ અમે પણ સરકારની ગાઇડ લાઇનની રાહ જોઇ રહ્યા છીએ.

(11:42 am IST)