Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

રાજકોટ ઓરેંજ ઝોનમાં: ૧૭મી સુધી એકપણ એસ.ટી. બસ નહીં ઉપડેઃ ગ્રીન ઝોનમાં જે તે જીલ્લામાં ફરશે

ખાનગી બસ પણ નોએલાઉડઃ માત્ર ટેકસી જીલ્લામાં કે જીલ્લા બહાર જઇ શકશે...: રાજકોટ એસ.ટી.ના ૧લી તારીખવાળાના પગાર થઇ ગયાઃ ૭મી તારીખવાળા ર૭૦૦ કર્મચારીઓના હવે પગાર થશેઃ દરરોજ પ૦૦ બસનું મેઇનટેનન્સ રાબેતા મુજબ

રાજકોટ તા. રઃ કેન્દ્ર-રાજય સરકારે રાજકોટને ઓરેંજ ઝોનમાં મૂકયું છે, પરીણામે અનેક છૂટ તો અનેક ગતિવિધી હાલ અટકી પડી છે.

દરમિયાન આજે રાજકોટ એસ.ટી. ડિવીઝનલ નિયામક શ્રી યોગેશ પટેલનો સંપર્ક કરતા તેમણે ''અકિલા''ને જણાવ્યું હતું કે રાજકોટ ઓરેન્જ ઝોનમાં હોય અહિંથી ૧૭મી મે સુધી એક પણ એસ.ટી. બસ નહીં ઉપડે, તમામ બસો પડી રહેશે, હાલ દરરોજ બસનું બે ટાઇમ મેઇનટેનન્સ થઇ રહ્યું છે, બે-બે નો સ્ટાફ બસને ચાલુ કરવી. કોઇ ખામી થઇ હોય તો તૂરત જ દૂર કરવી વિગેરે કાર્યવાહી કરી રહ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, ગ્રીન ઝોનમાં જે જીલ્લા છે, તે તમામ જીલ્લામાં એસ.ટી. બસો પ૦ ટકા મુસાફરો સાથે પોતાના જીલ્લામાં જ ફરશે, અને તે પણ વડી કચેરીની ગાઇડ લાઇન મુજબ.

અત્રે એ નોંધનીય છે કે ટેકસી-કેબને છૂટ અપાઇ છે, ટેકસીના ધંધાર્થીઓ જે તે જ ીલ્લામાં પાસ વગર અને જીલ્લા બહાર જવું હોય તો પાસ ફરજીયાત રહેશે.

દરમિયાન રાજકોટ એસ.ટી. કર્મચારીઓના પગાર સમયસર થઇ ગયા છે, ૧લી તારીખે જેમનો પગાર થાય છે તે ઓફીસ સ્ટાફનો કાલે પગાર જમા થઇ ગયાનું અને જે ડેપો ઉપર છે તે બધાનો ૭મીએ પગાર થાય છે, તે તમામ ર૬૦૦થી ર૭૦૦ના સ્ટાફનો પગાર હવે રાબેતા મુજબ થશે.

(11:12 am IST)