Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

રાજકોટની કોવીડ -19 હોસ્પિટલને પ્લાઝમા ટ્રાન્સફ્યુઝનની સૈદ્ધાંતિક મંજૂરી મળી : પણ ટ્રાયલ શરૂ કરવા થોડી વધુ રાહ જોવી પડશે

રાજકોટ : અહીંની સિવિલ હોસ્પિટલમાં આવેલ કોરોના કોવીડ -19 હોસ્પિટલને કેન્દ્ર સરકાર દ્વારા પ્લાઝમા થેરેપી માટે સત્તાવાર સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે પરંતુ લગભગ 25 સેક્ટરમાં પ્રાયોગિક ધોરણે હ્યુમન પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન પ્રાયોગિક ધોરણે અત્યારે ચાલી રહેલ છે તેના પરિણામો દસેક દિવસમાં મળી જાય તેનું એનાલિસિસ કર્યા પછી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ( આઈસીએમઆર ) તરફથી લીલી ઝંડી મળ્યે રાજકોટમાં પ;પ્લાઝમા થેરેપીથી કોરોનાની ટ્રીટમેન્ટ શરૂ કરી શકાશે તેમ ટોચના સત્તાવાર વર્તુળોએ જણાવેલ છે

  દિલ્હીમાં આજે પ્લાઝમા ટ્રાન્સફયુઝનથી દર્દી સાજો થઇ ઘેર ગયેલ છે તો મહારાષ્ટ્રમા અતિ ક્રિટિકલ હાલતમાં આવેલ કોરોના પોઝિટિવ દર્દી ઉપર પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન આપ્યા બાદ મૃત્યુ નિપજ્યાનું પણ જાણવા મળે છે   હવે આઈસીએમઆર મંજૂરી આપે કે તુરત જ રાજકોટ ખાતે કોરોના દર્દી ઉપર પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન શરૂ કરાશે તેમ જાણવા મળે છે

(10:21 pm IST)