Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

કુંડલીયા બી.એડ્. કોલેજનો દિક્ષાંત સમારોહ

રાજકોટ : શ્રી મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી જે.જે. કુંડલીયા ગ્રેજયુએટ ટીચર્સ કોલેજમાં દીક્ષાંત સમારોહ અને સાંસ્કૃતિક સંધ્યાની ઉજવણી કરવામાં આવી. દીક્ષાંત સમારોહના પ્રવચનકાર તરીકે સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી ઉપસ્થિત રહી પોતાના વકતવ્યમાં આદર્શ શિક્ષક કેવો હોવો જોઇએ અને શિક્ષક તો છે જયોતિર્ધર તેના વિશે વાત કરી હતી. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન મેનેજિંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોષી, અતિથિવિશેષ ટ્રસ્ટી અલ્પનાબહેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં વાલીઓ, પ્રાયોગિક કાર્યોમાં ઉપયોગ થતા વિવિધ શાળાના આચાર્યો, ટ્રસ્ટીઓ  જે.જે.કે. બી.એડ્. કોલેજના પૂર્વ આચાર્યશ્રીઓ વગેરેની હાજરીમાં સ્વામીશ્રીના હસ્તે એસ.વાય.ના પ્રશિક્ષણાર્થીઓને દિક્ષા અર્પણ કરવામાં આવી. સાંસ્કૃતિક કાર્યક્રમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વિવિધ કૃતિઓ રજૂ કરી તેમાં ગરબા, સ્તુતિ વગેરે રજૂ થયું. તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને દિક્ષા લઇને જનાર પ્રશિક્ષણાર્થીઓને તેમની કાર્યસિદ્ધિ બદલ પારિતોષિક અર્પણ કરાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય ડો. અજીતાબહેન જાની, ડો. નીશાબહેન રાણીંગા, ડો. ચિરાગભાઇ માઢક, ડો. અલ્પેશભાઇ માકરાણી, અને એફ.વાય. અને એસ.વાય. તાલીમાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

(3:46 pm IST)