Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

લહુ બહા કર સીમાઓ પર, અમન ચૈન કા ફુલ ખિલાયા, અપને પ્રાણો કી બલિ દેકર, ભારત માં કા માન બઢાયા

શ્રીમદ્‌ ભાગવત અને રામાયણની જેમ શહીદ કથા કરાશેઃ યોગેશ ગઢવી

રાજકોટઃ ગુજરાતના જાણીતા લોકસાહિત્‍ય કલાકાર અને રાજય સંગીત નાટય અકાદમીના પૂર્વ અધ્‍યક્ષ શ્રી યોગેશ ગઢવી (મો.૯૮૨૫૫ ૭૬૮૦૭)આજે અકિલાની શુભેચ્‍છા મુલાકાતે આવેલ. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથેની વાતચીતમાં તેમણે જણાવેલ કે દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદોનું યોગદાન અમૂલ્‍ય છે. ભારત ભૂમિની રક્ષા માટે શહાદત વહોરતા જવાનો માટે સમગ્ર દેશ અપાર માન અને ગૌરવની લાગણી અનુભવે છે ગઇ ૨૩ માર્ચે શહીદ દિનથી ૩ દિવસ  માટે મે.અમદાવાદના નિકોલ વિસ્‍તારમાં શહીદ કથાનું આયોજન કર્યુ હતુ. તેને ખૂબ જ પ્રતિસાદ મળેલ તેથી મેં ભવિષ્‍યમાં શ્રીમદ્‌ ભાગવત અને રામાયણની જેમ ૭ દિવસ કે ૯ દિવસની શહીદ કથા કરવાનું મન બનાવ્‍યુ છે તે માટે જરૂરી સાહિત્‍ય  ભેગુ કરવાનું કાર્ય પૂર્ણતાના આરે છે વ્‍યાસપીઠ પરથી શહીદોની ગૌરવગાથા વર્ણવાશે. શહીદ કથાને વધુ ભાવપૂર્ણ અને પ્રભાવપૂર્ણ બનાવવા માટે સૌના સૂચનો આવકાર્ય છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરિયા

(4:32 pm IST)