Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ગુરૂ-શુક્ર ફેશનનો જલ્વો : હોટલ ઇમ્પીરીયલમાં બે દિવસ પ્રદર્શન

ડિઝાઇનર સાડી, કુર્તિ, વેસ્ટર્ન આઉટફીટ, ગોલ્ડ ડાયમંડ જવેલરી સહિતની આઇટમોના ૪૦થી વધુ સ્ટોલ

 રાજકોટઃ તા.૨, રાજકોટ હવે ફેશન દુનિયાનું પણ હબ બનતુ જઇ રહયુ઼ં છે. ત્યારે આવતીકાલથી બે દિવસ માટે ઇમ્પિરીયલ પેલેસ હોટલ ખાતે સૌથી અનોખુ ફેશન અને લાઇફ સ્ટાઇલ એકિસબીશન યોજાયેલ છે.   ફેશન ફિયેસ્ટાના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના  પત્નિ શ્રીમતી અંજલીબેન રૂપાણી હાજર રહેશે. આ પ્રસંગે મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ પણ ઉપસ્થિત રહેશે.

 ફેશન ફિયેષ્ટાના આયોજક કલ્પા રાજીવ કારીયા કે જેઓ પ્રથમ વખત આ પ્રદર્શન રાજકોટમાં લાવી રહયા છે. તેમની સાથે મુંબઇના જ નહિ પણ દેશના ચુનંદા ફેશન એપરલ્સના સ્ટોલ અહિં જોવા મળશે. જેમા લેટેસ્ટ ફેશન એન્ડ લાઇફ સ્ટાઇલ ટ્રેન્ડ અને ડિઝાઇન પોતાના શ્રેષ્ઠ કલેકશન સાથે અહિ આવ્યા છે. અને ફેશનપ્રિય ગૃહિણીઓ માટે કંઇક નવું અને કંઇક અનોખી ડીઝાઇન પણ  લાવ્યા છે.

 ફેશન ફિયેસ્ટાના આયોજક કલ્પા રાજીવ કારીયા તેમજ અવધેશભાઇ ઓઝાએ વધુમાં જણાવ્યું હતુ કે અહિ ૪૦ થી વધારે સ્ટોલ છે જેમા ડિઝાઇન સારીઝ, જયપુરી અને લખનવી વસ્ત્રો, કૃર્તી વેસ્ટર્ન ઓઉટફિટ્સ, ચણીયાચોલી, રીયલ અને ગોલ્ડ ડાયમંડ જવેલરી, ફેશન એસેસરીઝ બેંગ્સ ફુટવેર, ટેરોટ અને ન્યુમરોજીસ્ટ સહિતના બેસ્ટ સ્ટોલ અહિ પ્રસ્તુત કરાયા છે. ગુરૂ-શુક્ર બે દિવસ પ્રદર્શન યોજાશે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:27 pm IST)