Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ધ સનશાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ ઉત્સવ :

રાજકોટ : દર વર્ષની જેમ આ વર્ષે પણ ધ સનશાઇન ઇન્ટરનેશનલ સ્કૂલનો પાંચમો વાર્ષિક ઇનામ વિતરણ ઉત્સવ ઉજવામાં આવ્યો હતો. બે દિવસીય કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગ અને માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિકના વિદ્યાર્થીઓને તેમણે વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાનમાં ભાગ લીધેલ વિવિધ પ્રવૃતિઓ માટે મેળવેલા ઇનામો/ પ્રમાણપત્રો અને શિલ્ડ વિતરણ માટેનો એક કાર્યક્રમ શાળાના પટાંગણમાં યોજવામાં આવેલ. પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ વિવિધ ૧૫ પ્રવૃતિઓ જેવી કે, આર્ટ અને ક્રાફટ, રેતીની મદદથી ચિત્રો બનાવવાની કલા, જીવંત વાદ્ય સંગીત તેમજ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ૧૬ જેટલી પ્રવૃતિઓ વાદ્યસંગીત અને શાસ્ત્રીય સંગીત, આ ઉપરાંત જીવંત પ્રદર્શન, જીવંત જાદુઇ રંગચિત્ર, જાદુઇ સમૂહનૃત્ય અને મોબાઇલ વિષય વસ્તું નું યુગલ ગીત કે જે આજના સમયમાં ઉગતા બાળકોનો સમય, શકિત તથા તંદુરસ્તીનો વ્યય મોબાઇલ, આઇ-પેડ વિેગેરે જેવા ઇલેકટ્રોનિક ઉપકરણો દ્વારા કેવી રીતે કરવામાં આવે છે તેના વિષે મનોરંજન સાથે ઉપયોગી માહિતી સભર રજુઆત કરવામાં આવેલ, ઉપરાંત ગરીબ લોકો સાક્ષરતાનું સામુહિક નૃત્ય રજુ કરવામાં આવ્યું. ઉપરાંત આ શાળામાં અંગ્રેજી ભાષા માટે વિદ્યાર્થીઓને એક્ષચેન્જ કરવાની પ્રવૃતિ પણ કરવામાં આવે છે. જેઇઇ/નીટ જેવી પરીક્ષાની તૈયારીઓ બહારની ખાસ એક્ષપર્ટ ફેકલ્ટીઓ દ્વારા કરાવવામાં આવે છે. રમત-ગમતની પ્રવૃતિમાં ખેલ મહોત્સવમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલ છે. શાળાના વિદ્વાન પ્રાચાર્ય સુહાસ રાવના માર્ગદર્શન તળે આ તમામ પ્રવૃતિઓ કરવામાં આવેલ

(4:25 pm IST)