Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ભાવિ ક્રિકેટર તૈયાર કરવા તાલીમ કેમ્પના આયોજનો ઉત્તમ : અનુપમસિંહ ગેહલોત

રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા સુરક્ષા સેતુના સહયોગથી નિઃશુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનો પ્રારંભ : ૪૦ કોચ સેવામાં

રાજકોટ : બાળકો ક્રિકેટ ક્ષેત્રે કૌશલ્ય મેળવે તેવા આશયથી રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા દર વર્ષે નિઃશુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પ યોજવામાં આવે છે. આ વર્ષે પણ આવા નિઃશુલ્ક ક્રિકેટ કોચીંગ કોચનું આયોજન પોલીસ સુરક્ષા સેતુના સહયોગથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવતા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતે ઉદ્દબોધનમાં જણાવેલ કે બાળકોએ પોલીસ તમારી મિત્ર છે. કયારે ડરવું નહી, નિડર બની તમારી પસંદગીના ક્ષેત્રે આગળ વધો. ભાવિ ક્રિકેટર તૈયાર કરવાના આવા કોચીંગ કેમ્પના આયોજનો ખરેખર અભિનંદનને પાત્ર છે. ઉલ્લેખનીય છે કે આ કેમ્પમાં આખુ વેકેશન નિઃશુલ્ક તાલીમ અપાય છે. ૪૦ જેટલા કોચ દ્વારા તેઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે. ક્રિકેટ કોચીંગ કેમ્પના ઉદ્દઘાટન સમયે રાજકોટ કોમર્શીયલ કો-ઓપ. બેન્કના સીઇઓ પરસોતમભાઇ પીપળીયા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ  નરેન્દ્રસિંહ ઠાકુર, નાગરીક સહકારી બેન્કના ચેરમેન નલિનભાઇ વસા, વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલ, ડીરેકટર પ્રો.ચેરમેન ગીરીશભાઇ દેવળીયા, જીમ્મીભાઇ દક્ષીણી, પ્રો.ચેરમેન હંસરાજભાઇ ગજેરા, ડીરેકટર સુનિલભાઇ રાઠોડ, ડીરેકટર ઘનશ્યામભાઇ ઢોલરીયા, એડવાઇઝર ટુ બોર્ડના હરકિશનભાઇ ભટ્ટ, જનરલ મેનેજર વિનોદ શર્મા, લલિતભાઇ વડેરીયા (કાળુમામા), મહેશભાઇ મણીઆર, પ્રભાતભાઇ ડાંગર, ડો. એન. જે. મેઘાણી, ડો. હરેશભાઇ ભાડેશીયા, વિજયભાઇ કારીયા, કૌશિકભાઇ અઢીયા (કોચ અને ફિલ્ડ ઇન્ચાર્જ), હરીશભાઇ શાહ અને કિરીટભાઇ કાનાબાર (વહીવટી ઇન્ચાર્જ), નિલેશભાઇ શાહ અને ઉમેદભાઇ જાની (સંયોજક), કિશોરભાઇ મુંગલપરા (સ્ટાફ રીલેશન મેનજર), જયંતભાઇ રાવલ, નયનભાઇ ટાંક, બિતેશભાઇ ટાંક, રાજુભાઇ બામટા, દીલીપભાઇ જાદવ, ઇમ્તીયાઝભાઇ ખોખર, ભરતભાઇ કુંવરીયા, દિનેશભાઇ ગોહેલ, નંદીતાબેન અઢીયા (મહીલા ક્રિકેટ કોચ), પ્રદિપસિંહ જાડેજા (કોચ), રાહુલભાઇ માંકડ, વાલીગણ અને આમંત્રિતો, નાગરીકજનો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પના તાલીમાર્થીઓને ભરતભાઇ કુંવરીયાએ યોગ અને અંગ કસરતના વિવિધ દાવો કરાવી રીલેકસ કરી દીધા હતા. સમારોહના અંતે આભાર દર્શન તેમજ સંચાલન નિલેશભાઇ શાહે કરેલ.

(4:24 pm IST)