Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ચેક રિટર્ન કેસમાં ભરૂચના શખ્સનો નિર્દોષ છૂટકારો ફરમાવતી અદાલત

રાજકોટ તા.૨: રાજકોટમાં ગોકુલનગર ૩/૪, સોરઠીયાવાડી સર્કલ પાસે, નેહલ માર્કેટીંગના નામથી ગૃહઉદ્યોગની ચિજ-વસ્તુઓનો હોલસેલ ધંધો કરતા શ્રી ભાવેશ ગોરધનભાઇ વેકરીયાએ રામદેવ સેલ્સના નામે ભરૂચ ખાતે વેપાર કરતા નવીનભાઇ જે.દખાવાલા સામે બાકીમાં ખરીદ કરેલ માલ પેટેની બાકી લેણી રકમ પરત ચુકવવા આપેલ ચેક રીટર્ન થતા અદાલતમાં ફરીયાદ દાખલ કરતા અદાલતમાં કેસ ચાલી જતા અદાલતે આરોપ નવીનભાઇ જે.દખાવાલાને સી.આર.પી.સી. કલમ-૨૫૫ (૧)અન્વયે નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે.

સદર કેસ બી.એચ.ઘાસુરાની અદાલતમાં ચાલતા આરોપી પક્ષે રાજકોટના યુવા ધારાશાસ્ત્રી શ્રી સંજય એન.ઠુંમર દ્વારા નામદાર કોર્ટમાં દલીલો કરી અને એપેક્ષ કોર્ટ તેમજ ગુજરાત હાઇકોર્ટના જજમેન્ટો રજુ કરી કોર્ટને કન્વીન્સ કરેલ કે ફરીયાદી અને આરોપી વચ્ચે કયારેય કોઇપણ જાતનો વ્યવહાર થયેલ નથી તેમજ વાદગ્રસ્ત ચેક પણ આરોપી દ્વારા ફરીયાદીને કાયદેસરના કોઇપણ પ્રકારના બાકી લેણાં પેટે આપવામાં આવેલ નથી કે આરોપીએ કયારેય પણ ફરીયાદીને કોઇપણ જાતના માલનો આર્ડર આપેલ ન હોય, આરોપીને કહેવાતો માલ મળ્યાની ટ્રાન્સોપર્ટની એલ.આર.ન હોય, માલ મોકલ્યા અંગેનો કોઇપણ દસ્તાવેજી પુરાવો ફરીયાદી રજુ કરી શકેલ ન હોય, જેથી કોર્ટે આરોપી પક્ષે કરવામાં આવેલ ઉલટ તપાસ અને સાહેદની ઉલટ તપાસ તેમજ રજુ રાખેલ ર્ીદસ્તાવેજી પુરાવાઓ ધ્યાને  લઇ એવો હુકમ કરેલ કે, આરોપીએ જ પુરાવાઓ રજુ કરેલ છે તે આરોપીપક્ષને મદદરૂપ થાય છે તેવુ  રેકર્ડ પરથી જણાઇ આવતુ હોય તેમજ આરોપી તરફથી તે બચાવ પણ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ-૧૮૮૧ ની કલમ-૧૧૮ અને ૧૩૯ ના પ્રિઝમ્પશનો છે તેને આરોપીપક્ષ દ્વારા સફળ રીતે રીબર્ટ કરવામાં આવેલ હોય, જેથી નામદાર કોર્ટે આરોપીને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ-૨૫૫ (૧) અન્વયે નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ હતો.

ઉપરોકત કામમાં આરોપી નવીનભાઇ જે.દખાવાલા વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી સંજય એન.ઠુંમર રોકાયેલા હતા.

(4:09 pm IST)