Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ઓટો મોબાઇલ ક્ષેત્રે ‘પરફેકટ ઓટો'ની ૩ દાયકાની સોનેરી સફર

પ્રગતિની અવિરત આગેકૂચઃ કોલ્‍ડ પ્રોસેસ ટાયર રિ ટ્રેડીંગના પાયોનિયર : ગેસ એનેલાઇઝર સહુ પ્રથમ લાવ્‍યા : મહિન્‍દ્રા - મારૂતિ સુઝુકી - હીરો ટુ વ્‍હીલર્સ - ટાટા સુધીની સફર : સૂર્યકાંતભાઇ ભાલોડિયાના પ્રેરણાદાયી સંઘર્ષની ફલશ્રુતિઃ ૩૧મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે મારૂતિના અત્‍યાધુનિક ‘ટ્રુ-વેલ્‍યુ'નો શુભ પ્રારંભ થઇ રહ્યો છે : પરફેકટના રાજકોટમાં ૭ વિશાળ શો-રૂમઃ સૌરાષ્‍ટ્રના નાના-મોટા સંખ્‍યાબંધ અદ્યતન શો રૂમ - સેલ્‍સ પોઇન્‍ટ - વર્કશોપની શ્રૃંખલા : રોણકી ખાતે મારૂતિનો સ્‍ટેટ ઓફ આર્ટ વર્કશોપઃ રાજકોટમાં મારૂતિ નેકસાનો એકમાત્ર વર્કશોપ શરૂ કર્યોઃ ૨૦૦૭માં આધુનિક સ્‍ટીમ્‍યુલાઇઝર સાથે મારૂતિ સુઝુકીની ડ્રાઇવીંગ સ્‍કૂલ : ૭૦૦ કરોડનું ટર્નઓવરઃ ૧૨૦૦નો સ્‍ટાફઃ સૂર્યકાંતભાઇ ભાલોડિયાની દિલચશ્‍પ સંઘર્ષકથાઃ ડાયાભાઇ વડાલીયા તેમના આદર્શ છેઃ પુત્ર કેવલભાઇ ભાલોડિયા અને સીઇઓ નિખિલભાઇ મહેતાના હાથમાં પરફેકટ ગ્રુપની અપ્રતિમ પ્રગતિ

રાજકોટ, તા.૨ : ૩૦ વર્ષ પહેલા તા.પ-પ-૧૯૮૮ના રોજ શ્રી સૂર્યકાન્‍તભાઇ ભાલોડીયાએ પરફેકટ રીટ્રેડસની શરૂઆત કરી. કોલ્‍ડ પ્રોસેસ ટાયર રીટ્રેડીંગમાં તેઓ સૌપ્રથમ હતા. ત્‍યારબાદ ગ્રાહકોની માંગના કારણે નવા ટાયરના વેચાણની શરૂઆત કરી. ૧૯૯૦માં બીસબર્ગ-જર્મનીનું વ્‍હીલ એલાઇનમેન્‍ટનું ખાસ મશીન લાવવામાં પણ તઓ પહેલા હતા.

૧૯૯૧માં એકઝોસ્‍ટ ગેસ એનેલાઇઝરનું તદન નવી જ શોધ ગણાતું -મશીન તેઓએ ગ્રાહકોની સેવામાં મુકયું, જે કારમાં / એન્‍જીનમાં શું ડીફેકટ છે અને શું કરવું જોઇએ તેનો પ્રિન્‍ટેડ રીપોર્ટ આપે.

ગ્રાહકોને કંઇક નવું આપતા રહેવાની એમની ધગશ અને લેટેસ્‍ટ ટેકનોલોજીને તુરત અપનાવવાની હિંમતથી આકર્ષાઇને ૧૯૯૨માં મહિન્‍દ્રા કંપનીએ ઓટોમોટીવ વ્‍હીકલ્‍સની ડીલરશીપ આપી.

ત્‍યારબાદ ૧૯૯૪માં મારૂતિ સુઝુકીની પ્રતિષ્‍ઠિત ડીલરશીપ મેળવી,આજે પણ સૌરાષ્‍ટ્ર-કચ્‍છની સૌથી જુની અને અગ્રગણ્‍ય ડીલરશીપ હાંસલ કર્યા બાદ ‘પરફેકટ' ગ્રુપ સતત પ્રગતિના પંથે છે.

પરફેકટ રાજકોટમાં કુલ ૭ વિશાળ શો-રૂમ ઉપરાંત જુનાગઢ, મોરબી, જેતપુર, વેરાવળ, ઉના, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, માણાવદર, કેશોદ, તલાલા, મેંદરડા, વિસાવદર, કોડીનાર, પોરબંદર, વિગેરે ગામોમાં પણ અદ્યતન શો-રૂમ, સેલ્‍સ પોઇન્‍ટ, વર્કશોપ, વિગેરે આવેલા છે. રાજકોટમાં રોણકી ખાતે સ્‍ટેટ-ઓફ ધ આર્ટ વર્કશોપ આવેલ છે, જયાં મારૂતિની કોઇપણ કાર માટે અતિ આધુનિક સર્વિસ, લેટેસ્‍ટ સાધનો, કંપની ટ્રેઇન્‍ડ સ્‍ટાફ, એસી કસ્‍ટમર લોન્‍જ, વિગેરે સવલતો છે. મારૂતિ-નેકસાનો રાજકોટમાં એકમાત્ર વર્કશોપ શરૂ કરવાનો યશ પણ ‘પરફેકટ'ને જાય છે. ઉપરાંત ૨૦૦૭ માં મારૂતિ સુઝુકીની સૌપ્રથમ આધુનિક સ્‍ટીમ્‍યુલાઇઝર સાથેની ડ્રાઇવીંગ સ્‍કુલ શરૂ કરી, જે નોંધપાત્ર છે.

‘પરફેકટ' ગ્રુપના ચેરમેન તથા એમ.ડી.શ્રી સૂર્યકાંતભાઇ ભાલોડીયાની સંઘર્ષ ગાથા પણ દિલચશ્‍પ છે. ૧૯૭૦માં બી.ઇ.(ઇલેકટ્રીકલ અને મીકેનીકલ)ની ડીગ્રી એલ.ડી.એન્‍જી. કોલેજ-અમદાવાદથી હાંસલ કરી પી.ડબલ્‍યુ.ડીમાં નોકરી શરૂ કરી. નોકરી મુકયા બાદ તેમના બનેવી શ્રી ડાયાલાલભાઇ ધનજીભાઇ વડાલીયાના પ્રભાત સોલવન્‍ટમાં જોડાયા અને ત્‍યાં ૧૯૭પથી ૧૯૮૬ સુધી રહી ધંધો શિખ્‍યા. પ્‍લેન ક્રેશમાં સદગતિ પામનાર શ્રી ડાયાલાલભાઇને તેઓ આદર્શ માને છે. ત્‍યારબાદ તેઓએ ‘પરફેકટ' ગ્રુપની શરૂઆત કરી હતી.

શ્રી સૂર્યકાંતભાઇના જણાવ્‍યા મુજબ આજે ‘પરફેકટ' ગ્રુપનું ટર્નઓવર રૂા. ૭૦૦ કરોડથીએ વધુ છે જે ગ્રાહકોએ મુકેલ અપ્રતિમ વિશ્વાસ - સહકાર તેમજ ૧૨૦૦થીયે વધુની સંખ્‍યામાં નિપૂર્ણ સ્‍ટાફ મેમ્‍બર્સને આભારી છે.

બાદમાં સૂર્યકાંતભાઇના સુપુત્રશ્રી કેવલભાઇ વલ્લભવિદ્યાનગરમાં બી.ઇ. (મીકેનીકલ) તથા કેલીફોર્નિયા - યુ.એસ.એ.માં એમ.બી.એ.ની ડીગ્રી લઇને ડીરેકટર તરીકે જોડાયા. તેમના અને શ્રી નિખિલભાઇ મહેતા (સી.ઇ.ઓ.)ના યુવા હાથોમાં આજે ‘પરફેકટ' ગ્રુપ વધુને વધુ પ્રગતિ કરી રહ્યું છે.

સેલ્‍સ - સર્વિસમાં અનેક એવોર્ડથી નવાજીત થઇ ચૂકેલ ‘પરફેકટ' ગ્રુપ ૩૦ વર્ષની પૂર્ણાહુતિની ખુશાલીએ ‘મારૂતિ સુઝુકી'નો તદ્દન નવો, અદ્યતન શો-રૂમ : ગોંડલ રોડ, હોટેલ ક્રિષ્‍ના પાર્ક પછી તથા ટ્રુ-વેલ્‍યુનો નવો શો-રૂમ : ૧૫૦ ફુટ રીંગ રોડ કોર્નર, ગોંડલ રોડ પર જાહેર જનતા માટે ખુલ્લો મુકી રહ્યું છે. ‘પરફેકટ' ગ્રુપની આ વણથંભી વિકાસગાથાનો સાચો યશ ગ્રાહકોને યોગ્‍ય અને શ્રેષ્‍ઠ માર્ગદર્શન, સિધ્‍ધાંતવાદી નીતિ, પારદર્શકતા અને વધુ બહેતર સેવાનો અભિગમ, આ બધાને જાય છે. ઉપરોકત તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે દાયકાઓની મિત્રતા - પારિવારીક સંબંધો વાગોળી રહેલા શ્રી સૂર્યકાંતભાઇ પટેલ (ભાલોડિયા) (મો. ૯૪૨૬૨ ૦૧૫૮૭ / ૯૯૨૫૦ ૦૩૫૫૫) તથા શ્રી કેવલભાઇ ભાલોડિયા (મો. ૯૯૨૫૦ ૦૮૧૪૨), શ્રી નિખિલભાઇ મહેતા - સીઇઓ (મો. ૭૦૪૩૯ ૯૯૦૬૮ / ૯૮૨૫૩ ૦૫૩૦૧) અને શ્રી દિપકભાઇ શાહ (સેલ સર્વિસ સિન્‍ડીકેટ) નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(3:20 pm IST)