Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

નવુ નજરાણુ

રેસકોર્ષ-ર માં રમણીય તળાવઃ શનીવારે વિજયભાઇના હસ્તે ખાતમુહુર્ત

સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ કોર્પોરેશન દ્વારા રેસકોર્ષ ફેસ-ર માં તળાવ ઊંડુ ઉતારવાનો પ્રારંભ મુખ્યમંત્રી કરાવશે

રાજકોટ તા. ર :.. રાજય સરકારશ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં જનભાગીદારીથી રાજયભરમાં તળાવો ઊંડા કરવા, સફાઇ, જળાશયોનું ડીસીલ્ટીંગ, નદીઓને પુનઃ જીવીત કરવા, જાળી જાખળાદૂર કરવા અને ચોમાસાનું પાણીનો વધુને વધુ સંગ્રહ થાય તેવા શુભાશયથી રાજયના ૧ લી મે સ્થાપના દિનથી 'સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-ર૦૧૮'નો શુભારંભ કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાએ પણ રાંદરડા  લાલપરી, આજી નદી શુધ્ધિકરણની કાર્યવાહી હાથ ધરેલ છે. આ અભિયાનના અનુસંધાને તા. પ  મે ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા રીંગ રોડ પર આવેલ રેસકોર્ષ ફેસ-ર પર હયાત તળાવને ઊંડા ઉતારવાની કામગીરીનો શુભારંભ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.

આ અંગે ડો. જૈમનભાઇ, પુષ્કર પટેલ, બંછાનિધીપાની સહિતના અધિકારીઓ પદાઅધિકારીઓના જણાવ્યા મુજબ રાજય સરકારના આ અભિયાન હેઠળ રાજકોટ મહાનગર પાલિકાએ જળ સંચય કામગીરીમાં શહેરની જુદી જુદી સ્વેચ્છીક સંસ્થાઓ, દ્વારા સહયોગ મળેલ છે જેમાં આર્થિક, શ્રમદાન, અન્નદાન વિગેરે માટે  ખુબજ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમને આવકારેલ છે. ભવિષ્યમાં રેસકોર્સ-ર તથા હયાત તળાવ ભવિષ્યમાં ખુબજ રમણીય અને ફરવા લાયક સ્થળ બને તે માટે તબકકાવાર કામગીરી હાથ ધરવામાં આવશે. અને ભવિષ્યમાં રાજકોટના નગરજનોને એક સુંદર નજરાણું મળશે.

(3:09 pm IST)