Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

લક્ષ્મીવાડીના આનંદ ભરવાડ પર હુમલો કરનાર ૬ શખ્સો ઝડપાયા

નાના મવા રોડ પર ગાંધી સ્કૂલ પાસે જુના મનદુઃખને લીધે ડખ્ખો થયો'તો : તાલુકા પોલીસે મહેશ, ગોપાલ, સંજય, દાના, કાના અને યશની ધરપકડ કરી

રાજકોટઃ લક્ષ્મીવાડી-૫માં રહેતાં આનંદ ધનાભાઇ ડાભી (ઉ.૨૫) નામના ભરવાડ યુવાન પર તા. ૧ના સાંજે નાના મવા રોડ ગાંધી સ્કૂલ પાસે ભરવાડ શખ્સોએ ગેરકાયદે મંડળી રચી ધોકા-પાઇપ સહિતના હથીયારોથી હુમલો કરી માર માર્યો હતો. આ ગુનામાં તાલુકા પોલીસ મથકના પી.આઇ. વી.એસ. વણઝારા અને ટીમના પીએસઆઇ ડી.એન. ડામોર, હેડકોન્સ. હર્ષદસિંહ ચુડાસમા, અરવિંદભાઇ કવાડીયા, કોન્સ. અરજણભાઇ ઓડેદરા, નગીનભાઇ ડાંગર, વિરેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર, હિરેનભાઇ આહિર, નરેન્દ્રભાઇ ગઢવી, રાહુલભાઇ ગોહેલ અને ગોપાલસિંહ જાડેજાએ હીંગળાજનગરમાં રહેતાં છ શખ્સો મહેશ સુરાભાઇ સભાડ (ઉ.૨૩), ગોપાલ રેવાભાઇ પરમાર (ઉ.૨૦), સંજય વાલજીભાઇ સાકરીયા (ઉ.૩૦), દાના ભોજાભાઇ શીયાળીયા (ઉ.૧૯), કાના વજુભાઇ સભાડ (ઉ.૩૫) અને યશ રમેશભાઇ કેવલાણી (ઉ.૨૩)ને પકડી લઇ હુમલામાં વપરાયેલા હથીયારો કબ્જે લીધા છે. છએક મહિના પહેલા આનંદ અને હુમલાખોરો વચ્ચે માથાકુટ થઇ હતી. આ કારણે મનદુઃખ ચાલતું હતું. આનંદ નાના મવા રોડ પરથી નીકળ્યો ત્યારે તેને ઘેરી લઇ હુમલો કરાયો હતો. આ અંગે આઇપીસી ૩૨૫, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ મુજબ ગુનો નોંધાયો હતો. તસ્વીરમાં પકડાયેલા છએય શખ્સો જોઇ શકાય છે.

(1:21 pm IST)