Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

મારામારીમાં સામેલ ભવાનીનગરના મોહસીન ઉર્ફ ભેંસને પાસામાં ધકેલાયો

ભકિતનગર પોલીસે વોરન્ટની બજવણી કરીઃ અમદાવાદ જેલહવાલે

રાજકોટ તા. ૨: મારામારીના ગુનામાં સંડોવાયેલા વધુ એક શખ્સને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે પાસા તળે જેલમાં ધકેલી દીધો છે. રામનાથપરા ભવાનીનગર-૪માં રહેતાં મોહસીન ઉર્ફ ભેંસ નાસીરભાઇ તાયાણી (સુમરા) (ઉ.૨૧)ને પાસામાં ધકેલવાની દરખાસ્ત શ્રી ગહલોૈતે મંજુર કરી તેને અમદાવાદ જેલમાં ધકેલવા હુકમ કરતાં ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ ઇન્દુભા રાણા, નિલેષભાઇ મકવાણા, ભાવીનભાઇ ગઢવી, દિપકભાઇ ડાંગર, વાલજીભાઇ જાડા, ભાવેશભાઇ મકવાણા, દેવાભાઇ ધરજીયા, સલિમભાઇ મકરાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણભાઇ જામંગ, રાણાભાઇ કુગશીયા અને દિગપાલસિંહ જાડેજાએ વોરન્ટની બજવણી કરીહતી. મોહસીન ઉર્ફ ભેંસ મારામારીના ગુનાઓમાં સંડોવાયો હતો.

(1:20 pm IST)