Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

મેહુલનગરમાં આઇપીએલનો સટ્ટો રમતાં મોૈલિક ઉર્ફ બીરજુ, મોહિત અને પારસની ધરપકડ

ભકિતનગર પોલીસે દરોડો પાડી ૨૩૮૫૦નો મુદ્દામાલ કબ્જ ેલીધો

રાજકોટઃ આઇપીએલના મેચ પર સટ્ટો રમતાં ત્રણ શખ્સોને ભકિતનગર પોલીસે પકડ્યા છે. કોઠારીયા રોડ નિલકંઠ સિનેમા પાછળ મેહુલનગર મેઇન રોડ પર રહેતો દવાનો ધંધાર્થી મેહુલ ઉર્ફ બીરજુ પ્રફુલભાઇ કારીયા (ઉ.૨૯) તેના ઘરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઇ ઇન્ડિયન ટીમના મેચ પર સટ્ટો રમી રહ્યો હોવાની બાતમી કોન્સ. મયુરસિંહ પરમાર અને અક્ષયરાજસિંહ રાણાને મળતાં તેના ઘરમાં દરોડો પાડી તેને તથા મોહિત નરેશભાઇ ચોૈહાણ (દરજી) (ઉ.૨૫-રહે. ભવાની ચોક, શિયાણીનગર-૧ કોઠારીયા રોડ), પારસ ગિરીશભાઇ વાજા (ધોબી) (ઉ.૨૯-રહે. કેદારનાથ સોસાયટી-૧૦)ને સટ્ટો રમતાં પકડી લઇ સોદા લખેલો ચોપડો, ચાર મોબાઇલ ફોન, ટીવી, રોકડા રૂ. ૪૮૫૦ મળી કુલ રૂ. ૨૩૮૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પી.એસ.આઇ. પી.એમ. ધાખડા, કોન્સ. મયુરસિંહ પરમાર, અક્ષયરાજસિંહ રાણા, દિગપાલસિંહ જાડેજા, રાણાભાઇ કુગશીયા, ભાવેશભાઇ મકવાણા, દિપકભાઇ ડાંગર અને વાલજીભાઇ જાડાએ આ દરોડો પાડ્યો હતો. મોહિત દરજી કામ કરે છે અને પારસ પણ દવાનો ધંધો કરે છે. 

(1:20 pm IST)