Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

સરધારમાં પેરેલિસીસથી કંટાળી જઇ રમેશભાઇ કાકડીયાનો આપઘાત

લેઉવા પટેલ આધેડ લાંબા સમયથી પથારીવશ હતાં: ઝેરી ટીકડી પી લીધી

રાજકોટ તા. ૨: સરધારમાં રહેતાં લેઉવા પટેલ આધેડ રમેશભાઇ વાલજીભાઇ કાકડીયા (ઉ.૪૫)એ ઝેરી ટીકડી પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પેરેલિસીસથી કંટાળી જઇ આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.

જાણવા મળ્યા મુજબ સરધાર રહેતાં રમેશભાઇએ ગઇકાલે ઘઉંમાં રાખાવાની ટીકડી પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ આજીડેમ પોલીસને કરી હતી.

આપઘાત કરનાર રમેશભાઇ ચાર ભાઇમાં નાના હતાં. સંતાનમાં બે પુત્રી અને ચાર પુત્ર છે. જેમાંથી એક પુત્રીના લગ્ન થયા છે. રમેશભાઇને લાંબા સમયથી પેરેલિસીસ થયું હોઇ અડધુ અંગ ખોટુ પડી ગયું હતું. તેનાથી કંટાળી જઇ આપઘાત કર્યાનું પરિવાજનોએ કહ્યું હતું. (૧૪.૫)

 

(10:50 am IST)