Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

લોકડાઉનમાં દસ દિવસથી બંધ કારખાનામાં ૯૦ હજારની ચોરી

ઢેબર રોડ અતુલીત ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં બનાવ : કારખાનામાંથી કાસ્ટીંગનો ૪ ટન ભંગાર ઉઠાવી ગયા

રાજકોટ, તા. ર : શહેરમાં લોકડાઉન અંતર્ગત છેલ્લા દસ દિવસથી બંધનો લાભ લઇ ઢેબર રોડ સાઉથ પર અતુલીત ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલ સોના સ્ટીલ એન્ટરપ્રાઇઝ નામના કારખાનાને નિશાન બનાવી તસ્કરો રૂ. ૯૦ હજારનો ચાર ટન ભંગાર ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ સ્વાતી પાર્ક પાસે હાપલીયા પાર્ક શેરી નં. ૬માં રહેતા અતુલભાઇ બચુભાઇ વણપરીયા (ઉ.વ.૪૭)એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે ઢેબર રોડ પર અતુલીત ઇન્ડસ્ટ્રીયલ એરીયા જય એલ્યુમિનીયમ વાળી શેરીમાં આવેલ 'સોના સ્ટીલ એન્ટરપ્રાઇઝ' નામના કારખાનામાં આઠ મહિનાથી મેનેજર તરીકે નોકરી ફરે છે. કારખાનાના પ્રોપરાઇટર ગુંજનભાઇ જીતેન્દ્રભાઇ કડકીયા જે બોમ્બે રહે છે અને પોતે કારખાનામાં સ્ટોક મેન્ટેનન્સનું કામ કરે છે. તા. રર-૩-ના રોજ બપોરે કારખાનામાં કાસ્ટીંગ ભંગારના ડેલામા સ્ટોક જોઇને પોતે તાળુ મારી લોકડાઉન હોવાથી ડેલો બંધ કરી દીધો હતો. દરમ્યાન પરમ દિવસે પોતે સવારે બાજુમાં કારખાનુ ધરાવતા  બીપીનભાઇ પરસોતમભાઇ ભુતએ કારખાના નાના ડેલાનું તાળુ તુટેલ હોવાની ફોનથી જાણ કરતા પોતે તથા બીજી બ્રાંચના મેનેજર નીલભાઇ બંને કારખાને પહોંચીને જોતા ડેલો ખુલ્લો હતો. અને અંદર જોતા કાસ્ટીંગ ભંગાર ડીશ બ્રેક-કાસ્ટેડ પાઇપના ભંગારનો સ્ટોક જોતા દીશબ્રેક - કાસ્ટેડ પાઇપ જોતા આશરે ૪ ટન માલ જોવામાં આવેલ નહી તેથી કોઇ અજાણ્યા શખ્સો રૂ. ૯૦ હજારનો માલ સામાન ચોરી ગયા હોવાની ખબર પડી હતી. આ અંગે પોતે આજી ડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. એમ. બી. જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(3:56 pm IST)