Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

રાજકોટ જીલ્લામાં લોકડાઉન વચ્ચે બહાર નીકળેલા પ૮ શખ્સો પકડાયાઃ ૭૩ વાહનો ડીટેઇન

રાજકોટ તા. રઃ કોરોના વાયરસ સંદર્ભે લોકડાઉનનું જાહેરનામું અમલમાં હોવા છતાં જીલ્લામાં અનેક લોકો કામ વગર બહાર નીકળી પડે છે. જીલ્લામાં અલગ અલગ સ્થળેથી પ૮ શખ્સોની અટકાયત કરાઇ છે અને ૭૬ વાહનો ડીટેઇન કરાયા છે.

જીલ્લા વિસ્તારમાં લોકડાઉનનું જાહેરનામું અમલમાં હોવા છતાં બિન ઉપયોગી જીવન જરૂરીયાતની ચીઝ વસ્તું સિવાયની દુકાનો તથા રેસ્ટોરન્ટ તથા ગેસ્ટ હાઉસ ખુલ્લા રાખી માણસોના સમુહને એકઠો કરી, કોઇપણ પ્રકારના કામકાજ વગર પોતાનું વાહન હંકારી લટાર મારતા મળી આવતા તેમજ પરપ્રાંતિય મજુરોને પોતાના કારખાના, ખેતરો, વાડી, બિલ્ડીંગ, બાંધકામ વિગેરેમાં મંજુર અર્થે રાખી હાલના સમયે નિરાધાર ગણી મજુરોને પોતાના વતન તરફ પ્રયાણ કરવા મજબુર કરતા કોઇ કાળજી નહિ લેતા માલિકો વિરૂધ્ધ જાહેરનામાનો ભંગ કરેલ હોય આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી અટકાયત કરાઇ છે.

એસ.પી. બલરામ મીણાએ જણાવ્યું હતું કે, ગઇકાલે જીલ્લામાં અલગ અલગ સ્થળે જાહેરનામાં ભંગ સબબ પ૮ શખ્સોની અટકાયત કરાઇ છે તેમજ એમ.વી. એકટ ર૦૭ હેઠળ ૭૬ વાહનો ડીટેઇન કરાયા છે.

ચેપી કોરોના વાયરસ ફેલાય નહિં તે માટે જીલ્લાની પ્રજા સરકારે બહાર પાડેલ લોકડાઉન જાહેરનામાનો ચુસ્ત અમલ કરે અન્યથા પોલીસ કડક કાર્યવાહી કરશે તેમ અંતમાં એસ.પી. બલરામ મીણાએ જણાવ્યું હતું.

(1:07 pm IST)