Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

આજે સસ્તા અનાજની દુકાનમાં કોઇ ટોળા નથી બધુ શાંતિપૂર્ણ ચાલે છે : ધનેડાવાળા ઘઉં બદલાવી નાંખ્યા

બે બાચકામાં ધનેડા હતા તે બદલાવાયા છે : આજે પણ ટોકન સિસ્ટમથી વિતરણ ચાલુ : પુરવઠાનો નિર્દેશ

શહેરની સસ્તા અનાજની તમામ દુકાનોમાં બીજા દિવસે શાંતિપૂર્ણ જણસીનું વિતરણ ચાલુ છે, તસ્વીરમાં ચીફ સપ્લાય ઇન્સ્પેકટર, માલ લેવા આવેલ લોકો ન આપતા હોય તેને સમજાવતા અધિકારીઓ નજરે પડે છે. તંત્રની ટીમોએ સખીયાનગર, મવડી, સ્વા. ચોક, ઉદયનગર, ગોકુલધામ, જંકશન પ્લોટ, જાગનાથ, સરદારનગર, કોઠારીયા રોડ, હસનવાડી, ગાયત્રીનગર, વાણીયાવાડી, બાપુનગર વિગેરે દુકાનોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. કોઇ ફરિયાદો ન હતી.

 

રાજકોટ, તા. ર : ગઇકાલે રાજકોટમાં સસ્તા અનાજની અનેક દુકાને અવ્યવસ્થા સર્જાઇ હતી, ટોળા ઉમટયા હતા, ર૦૦નું ટોળુ કલેકટર કચેરીએ દોડી આવ્યું હતું. લોકો હેરાન-પરેશાન થઇ ગયા હતાં, પરંતુ બપોર સુધીમાં બધુ સરખુ કરી દેવાતા. ગઇકાલે બપોર બાદ જ બધુ શાંત થઇ ગયું હતું અને આજ સવારથી શહેર-જીલ્લાની એક પણ દુકાન ઉપર જણસી વિતરણમાં કોઇ મુશ્કેલી નહીં હોવાનું અને ટોકન સિસ્ટમ મુજબ જ વિતરણ શરૂ કરી દેવાયાનું ચીફ સપ્લાય ઇન્સ્પેકટર શ્રી હસમુખ પરસાણીયાએ અકિલાને જણાવ્યું હતું.

તેમણે જણાવેલ કે ડીએસઓ મેડમ પણ શહેર-તાલુકામાં ચેકીંગમાં ફરી રહ્યા છે. અમારી ટીમો પણ છે, બધુ શાંતિપૂર્ણ ચાલે છે.

ગઇકાલે વોર્ડ નં.૩માં ધનેડાવાળા ઘઉં નીકળી પડયા, વિતરણ કરાયા તે અંગે તેમણે જણાવેલ કે ફરીયાદ આવતાવેત જ ડીએસઓ મેડમ પોતે પહોંચી ગયા હતા, આ બે ગુણી ઘઉં તાત્કાલીક બદલાવી નાંખવામાં આવ્યા છે. અન્ય તમામ ઘઉં તે દુકાન ઉપર સારા છે, વિતરણ કોઇને થયું નથી, વિતરણ કાર્ડ હોલ્ડરોને ધનેડાવાળા ઘઉંનું થયું તે વાત ખોટી છે.

(4:03 pm IST)