Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

શાપરની ઘરફોડી અને રાજકોટની બે વાહન ચોરીમાં રવિ બકાલી સહિત ૩ શખ્‍સ પકડાયા

ક્રાઇમ બ્રાંચે આજીડેમ ચોકડીએથી પકડયાઃ ત્રણ ચોરીના ભેદ ખુલ્‍યા

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચે સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટી-૧૩માં રહેતાં અને બકાલાનો ધંધો કરતાં દેવીપૂજક શખ્‍સ રવિ રસિકભાઇ સોલંકી (ઉ.૨૧) તથા મોરબી રોડ પુલ પાસે ઝૂપડામાં રહેતાં અને લુહારી કામ કરતાં સરાણીયા શખ્‍સ ભુરો ઉર્ફ ભુરાભાઇ શામજી સિંધવ (ઉ.૨૧) તથા મુળ બેટ દ્વારકાના હાલ સાગરનગરમાં રહેતાં સર્વિસ સ્‍ટેશનમાં કામ કરતાં કોળી શખ્‍સ રવિ રમેશભાઇ લુદરીયા (ઉ.૨૨)ને પકડી લઇ થોરાળા, ભક્‍તિનગરની વાહનચોરીઓ અને શાપર વેરાવળની ઘરફોડ ચોરીનો ભેદ કુલ રૂા. ૮૧ હજારનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્‍ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના હેઠળ પીએસઆઇ યુ. બી. જોગરાણા, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, હેડકોન્‍સ. જયંતિભાઇ ગોહિલ, અમૃતભાઇ મકવાણા, કોન્‍સ. કરણ મારૂ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ભરતભાઇ, જયંતિભાઇ, અમૃતભાઇ અને કરણભાઇની બાતમી પરથી આ ત્રણેયને આજીડેમ ચોકડી ઓવરબ્રીજની દિવાલ પાસેથી પકડી લેવાયા હતાં. તેની પાસેથી બે બાઇક તથા ૩૨ઇંચનું એક ટીવી, એક મોનીટર તથા ઇલેક્‍ટ્રીક વજનકાંટો કબ્‍જે કરાયા છે. જેમાં બાઇક થોરાળા અને ભક્‍તિનગર વિસ્‍તારમાંથી તથા બીજી વસ્‍તુઓ શાપર વેરાવળમાં એક ઘરમાંથી ચોરી કર્યાનું ત્રણેયએ કબુલ્‍યું હતું.

આઠ મહિના પહેલાની વાહનચોરી ઉકેલાઇઃ મહેબૂબ પકડાયો

આ ઉપરાંત રાજકોટના હડાળામાં રહેતાં મહેબૂબ ઉર્ફ બાપુ ઇબ્રાહીમભાઇ કાદરી (ઉ.૨૬)ને પણ નંબર વગરના ચોરાઉ વાહન સાથે પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્‍સ. પ્રતાપસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ, યોગેન્‍દ્રસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, અમિત ટુંડીયા સહિતે પ્રતાપસિંહ અને યોગીરાજસિંહની બાતમી સાથે પેડક રોડ પરથી પકડયો હતો. આઠ મહિના પહેલા તેણે કૈલાસ ભેળ પારેવડી ચોક પાસેથી આ બાઇક ચોરી કર્યાનું કબુલ્‍યું હતું.

(4:16 pm IST)