Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

જૈન વિઝન દ્વારા વિજયભાઈ - મોહનભાઈનું સ્વાગત- સન્માન

ભાજપની લોકસભા ઉમેદવારી માટે પધારેલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાનું જૈન વિઝન દ્વારા હાર પહેરાવી સ્વાગત- સન્માન યાજ્ઞિક રોડ સ્થિત કાર્યાલય પાસે કરવામાં આવેલ. આ પ્રસંગે રંગોળી પણ રચવામાં આવેલ. આ તકે જૈન વિઝનના મિલન કોઠારી, ગિરીશ મહેતા, ભરત દોશી, જય ખારા, મનીષાબેન શેઠ, ઋત્વી વોરા, બીનાબેન સંઘવી, આશાબેન સંઘવી સહિતના સભ્યો હાજર રહેલ.

(4:13 pm IST)