Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

આર્મ્‍સ એકટના ગુનામાં પકડાયેલ સોનગઢના શખ્‍સના જામીન મંજુર

રાજકોટ તા ૦૨ :  સોનગઢ મુકામે રહેતા કરશનભાઇ ગોવિંદભાઇ રંગપરા વિરૂધ્‍ધ રાજકોટના ડી.સી.બી. પોલીસ સ્‍ટેશનમાં આર્મ્‍સ એકટની કલમ ૨૫,૧(૧) એએ મુજબની ફરીયાદ નોંધાવેલ હતી. જે અન્‍વય ર્ે પોલીસ દ્વારા આ કામના આરોપી કરશનભાઇ ગોવિંદભાઇ રંગપરા, ની ઉપરોકત ગુન્‍હાના કામ સબબ રાજકોટના ડી.સી.બી. પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી જેને સેશન્‍સ અદાલતે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે ડી.સી.બી. પો.સ્‍ટે. માં કરશનભાઇ ગોવિંદભાઇ રંગપરા વિરૂધ્‍ધ  આર્મ્‍સ એકટની કલમ ૨૫-૧(૧)એએ  મુજબ ગુન્‍હો નોંધવામાં આવેલ હતો. જેમાં ડી.સી.બી. પોલીસ દ્વારા ગત તા. ૧૫/૦૩/૨૦૧૯ ના રોજ આ કમના આરોપીને જયુડીશ્‍યલ કસ્‍ટડીમાં મોકલવામાં આવેલ હતો, ત્‍યારબાદ આ કામના આરોપી વતી આરોપીના એડવોકેટ દ્વારા સેશન્‍સ કોર્ટમાં જામીન અરજી ગુજરાવામાં આવતા તેમાં આરોપી વતી રોકાયેલા એડવોકેટે કરેલ દલીલો અને રજુ રાખેલ નામ. ગુજરાત હાઇકોટ ર્ દ્વારા પ્રસ્‍થાપિત કરવામાં આવેલ સિધ્‍ધાંતો તથા વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓ ધ્‍યાનમાં રાખી સેશન્‍સ જજ એચ.એમ.બ્રહ્મભટ્ટે  ઉપરોકત આરોપીને આ ગુન્‍હાના કામ સબબ જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમા  ં આરોપી વતી  યુવા એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, જાહીદ એમ. હિંગોરા રોકાયેલા હતા.

(4:05 pm IST)