Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

‘ સેન્‍ટોસા પ્રિમીયમ ગોળ, ખાખરા' દ્વારા સોનાના સિક્કાનો દ્વિતીય ડ્રો સંપન્ન

રાજકોટ તા ૦૨ : ‘‘ સેન્‍ટોસા બ્રાન્‍ડ'' ખાખરાનો દિકરાના ઘર વૃધ્‍ધાશ્રમના સંસ્‍થાપક મુકેશભાઇ દોશીના હસ્‍તે સોનાના સીક્કાનો દ્વિતીય ડ્રો તાજેતરમાં સંપન્‍ન થયો હતો.

પ્રારંભમાં કંપની વડીલ અશ્વિનભાઇ પટેલ, શ્રીમતી ગીતાબેન એ. પટેલે દીપ પ્રાગટય કરી, વિદ્યિવત ડ્રોનો પ્રારંભ કરેલ. મહિલા સંચાલિત કંપનીના જનરલ મેનેજર શ્રીમતી શ્‍વેતાબેન પટલે પુષ્‍પગુચ્‍છ આપી મુકેશભાઇ દોશીને સ્‍વાગત સાથે આવકારેલ, ત્‍યારબાદ  સેન્‍ટોસા પ્રિમીયમ ગોળ, ખાખરાનો દ્વિતીય માસીક ડ્રો મુકેશભાઇ દોશીના વરદ્‌ હસ્‍તે કરવામાં આવેલ, સાથે સુનીલભાઇ વોરા ઉપસ્‍થિત રહેલ.

સોનાના સીક્કાના પ્રથમ વિજેતા નં. ૮૪૬૮૩, દ્વિતીયવિજેતા ૮૨૧૬૧ છે. વિજેતાએઁ ેઓરીજીનલ કુપન સાથે સેન્‍ટોસા ગ્‍લોબલ ફુડ પ્રા. લી. ની ગરેડીયા કુવા રોડની રાજકોટ ઓફીસે મળવાનું રહેશે તેમ વરૂણભાઇ પટેલની યાદીમાં જણાવાયેલ છે.

આગવુ નામ ધરાવતાં સેન્‍ટોસા ગ્‍લોબલ ફુડ પ્રા.લી. ના સેન્‍ટોસા પ્રિમીયમ ખાખરા સંપૂર્ણ ટ્રઇન્‍ડ બહેનો દ્વારા સંચાલિત એક ઉચ્‍ચ ઓટોમેટીક પ્‍લાન્‍ટમાં બને છે. કંપની ઉચ્‍ચતમ કવોલીટીના ઘઉંની ખરીદી કરી, કંપનીની ઘરઘંટીમાં જાતે દળવાનો આગ્રહ રાખે છે.

જૈન સમાજનાં ભાઇઓ-બહેનો માટે,સાધુ-સાધ્‍વીજીને વહોરાવી શકાય તે હેતુથી ખાખરા  બનાવવાની પધ્‍ધતિનુંખાસ ધ્‍યાન રાખવામાં આવે છે. દૈનિક સવારના ૮ વાગ્‍યા પછી લોટ બાંધી સાંજે ૬ વાગ્‍યા પહેલા  શેકી પુરો કરી ફુડ ગ્રેડ વેકયુમ પેકીંગની અંદર પેક કરવામાં આવે છે.

કંપની દ્વારા કુલ ૩૪ ફલેવરના ખાખરા માર્કેટમા ં મુકેલ છે. ૨૦૦ ગ્રામ રાઉન્‍ડ પેકીંગમાં ૭ ફલેવર, હોટ ફેવરીટ ૧૨ ફલેવરનાં મોબાઇલ ખાખરા  : ચીઝ પીઝા, ગાર્લીક બ્રેડ, ગુજરાતી થેપલા, કચ્‍છી દાબેલી, કોકોનટ, ચોકલેટ, આદ-મરચા-કોથમરી, મેથી ખાખરા, જૈન સ્‍પેશીયલ : મસાલા, જીરા, પ્‍લેન, ઘી સાદા, જે રનિંગ છે. બાકી ૨૨ ફલેવર ઓર્ડર પ્રમાણે બનાવવામાં આવે છે.

રાઉન્‍ડ ખાખરામાં ગુજરાતી થેપલા, આદુ-મરચા-કોથમીર, મેથી અને જૈન સ્‍પેશીયલમાં મસાલા, જીરા, પ્‍લેન અને ઘી સાદા , અગ્રગણ્‍ય સ્‍ટોર્સમાં ઉપલબ્‍ધ, ગોળ ખાખરાની ૧૦ પેકેટની ખરીદી ઉપર ફ્રી હોમ ડીલેવરી. હજુ પણ જીતો સોનાના સીક્કાનો લકી ડ્રો સ્‍કીમ ચાલુ છે... કંપનીનો આઉટલેટ ગરેડીયા કુવા રોડ ઉપર જેનો કસ્‍ટમર કેર નં. ૯૦૯૯૮ ૯૦૦૦૦ છે. ડ્રો કાર્યક્રમનું સંચાલન વરૂણભાઇ પટેલે કરેલ.

(4:04 pm IST)