Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

ક્રાંતિકારી સંત પૂ. પારસમુનિનો વિહાર શુભેચ્છા સમારોહઃ આયંબિલ ઓળી બાદ ગોંડલ તરફ વિહાર

વર્ધમાન સ્થા.જૈન શ્રાવક સંઘ-ઘાટકોપર ખાતે

રાજકોટ તા.રઃ ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવશ્રી જગદીશમુનિ. મ.સા.ના કૃપાપાત્ર સુશિષ્ય ક્રાંતિકારી સંત પૂ. સદ્દગુરૂદેવશ્રી પારસમુનિ મ.સા.નું આગામી ચાતુર્માસ ગોંડલ નવાગઢ સ્થા. જૈન સંઘ. ગોંડલ, ગાદીઉપાશ્રય નક્કી થયું છે. ચાતુર્માસ અર્થે વિહાર શુભેચ્છા સમારોહનું આયોજન શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ ઘાટકોપર હીંગવાલા શ્રી સંઘ દ્વારા કરવામાં આવેલ.

આ પ્રસંગે ગોંડલ સંપ્રદાયના જશ-ઉતમ-પ્રાણ પરિવારનાં સંત-સતીજી બિરાજમાન રહ્યા અને પૂ.ગુરૂદેવને શુભેચ્છા પાઠવેલ. પૂ. દેવેન્દ્રમુનિ મ.સા., પૂ. લતાબાઇ મ.સ. આદિ, પૂ. ભારતીબાઇ મ.સ. આદિ, લીંબડી અજરામર સંપ્રદાયના પૂ. રોહિણીબાઇ મ.સ. આદિ, પૂ. તરૂબાઇ મ.સ. આદિ, આઠકોટિ મોટી પક્ષના પૂ. નયનાબાઇ મ.સ. આદિ, પૂ. કોકિલાબાઇ મ.સ. આદિ સંત સતીજીઓએ શુભેચ્છા પાઠવેલ.

સંઘ પ્રમુખ બિપીનભાઇ સંઘવીએ અંતઃકરણથી શુભેચ્છા પાઠવતા જણાવેલ કે ગુરૂદેવ ૧૫ વર્ષે માતૃભૂમિમાં પધારી રહ્યાં છ આપણે સૌએ ચાતુર્માસ પ્રવેશમાં અવશ્ય જવું જોઇએ. ગોંડલ ચાતુર્માસ પ્રવેશ તા. ૩૦-૬ રવિવારના છે. સેક્રેટરી છાયાબેન કોટીચાએ ભાવ વ્યકત કરેલ. જયવંતભાઇ જસાણી, સુરેશભાઇ પંચમીયા, સ્વાધ્યાય સંઘના પ્રમુખ શ્રી મુકેશભાઇ ગાંધી, પંતનગર સંઘના ટ્રસ્ટી શ્રી પ્રફુલ્લભાઇ દોશી, ગારોડીયાા સંઘના પ્રમુખશ્રી હસમુખભાઇ અજમેરા, રામવાડી સંઘના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઇ અજમેરા, કામાગલી સંઘ પ્રમુખ શ્રી વિજયભાઇ ઉચાટ તથા મહાસંઘના ભૂતપૂર્વ પ્રમુખ પ્રાણલાલભાઇ વેકરીયાવાળા, માટુંગા સંઘના મંત્રી નિશિતભાઇ તુરખીયા, લોખંડવાલા સંઘ અંધેરી તથા પવઇ સંઘના ટ્રસ્ટીશ્રી ગુણવંતભાઇ દોશી, વગેરેએ શુભેચ્છા પાઠવેલ. હરેશભાઇ અવલાણી, હરેન શેઠ, હરેશભાઇ શાહ (ગારોડીયાનગર સંઘ)વગેરેએ પણ શુભેચ્છા આપેલ.

આ પ્રસંગે કીર્તિભાઇ કોઠારી, બિપીનભાઇ સંઘવી, ભરત જસાણી, મનસુખભાઇ કોઠારી, ભાવેશભાઇ ગાંઠાણી, શૈલેષભાઇ શાહ, રાજુભાઇ કોઠારી, દિનેશભાઇ દોશી, જયસુખભાઇ જસાણી, શશીકાંતભાઇ ઉદાણી વગેરે ઉપસ્થિત રહી શુભકામના અર્પણ કરેલ.

પૂ. પૂર્ણતાબાઇ મ.સ., પૂ. રોશનીબાઇ મ.સ., પૂ. સોનલબાઇ મ.સ.એ શુભેચ્છા પાઠવેલ. પૂ. ભારતીબાઇ મ.સ., પૂ. સોનલબાઇ મ.સ.એ આયંબિલ ઓળી અર્થે શ્રી સંઘમાં પ્રવેશ કરેલ.

પૂ. સદ્દગુરૂદેવશ્રી પારસમુનિ મ.સા. તથા પૂ. લતાબાઇ મ.સ. આદિઠાણા ચારનો આયંબિલ ઓળી અર્થે રાજાવાડી પ્રવેશ થયેલ. આઠથી નવ નવકારશીનું આયોજન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનસુખભાઇ કોઠારી (ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવેલ.

(3:45 pm IST)