Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

A ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નમૂનેદાર છબરડોઃ ખોટો દાખલો પૂછી સાચો જવાબ માંગતા હોબા ળો

બી.બી.એ. સેમ.-૪માં શેરના એક દાખલામાં ૪૦૦૦ની રકમને બદલે ૪૪૦૦ પૂછી નાખી...: દોડધામ મચી... અંતે મોબાઈલ મારફતે રકમ સુધારી...

રાજકોટ, તા., ૨: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડા જાણે સામાન્ય બાબત હોય તેમ મોટા ભાગની પરીક્ષાઓમાં જોવા મળે છે. નવનિયુકત કુલપતિ નિતીન પેથાણી અનેકુલનાયક  ડો.વિજય દેશાણી પરીક્ષા સામાન્ય માહોલમાં યોજાઇ રહી હોવાના ઢોલ પીટી રહયા છે. છતા અનેક કેન્દ્રો ઉપર પરીક્ષામાં ગેરરીતીની ફરીયાદ ઉઠી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચાલતી બીબીએ-સેમેસ્ટર-૪ની પરીક્ષામાં આજે કોર્પોરેટ એકાઉન્ટંીંગનું પ્રશ્નપત્ર હતુ જેમાં પેપર સેટરે શેરને લખતો પ્રશ્નનો દાખલો પુછયો હતો. જેમાં ૪૪૦૦ રકમ લખવામાં આવી હતી વિદ્યાર્થીઓએ આ રકમ ખોટી પુછાતા મુંઝવણમાં મુકાયા હતા.

પરીક્ષા કેન્દ્રો ઉપર સુપર વાઇઝરને ધ્યાન ઉપર આ વાત આવતા તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં છબરડાની રાવ કરતા દોડધામ મચી હતી. ૩૦ મીનીટની બેઠક બાદ આ રકમ ખોટી હોવાનું જણાતા તુરંત મોબાઇલ મારફત ૧૭ પરીક્ષા કેન્દ્રો ઉપર ૪૪૦૦ના બદલે ૪૦ંં૦ંં૦ રકમ ગણવાની સુચના આપવામાંૅ આવીહતી.

એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છબરડા પાછળ કોની ભૂલ છેે તેની શોધખોળ યુનિવર્સિટીમાં હાથ ધરવામાં આવી છે.

(3:42 pm IST)