Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

ઠેબચડા આશાપુરા ધામમાં શનિવારથી રામકથા

સ્વામી શ્રી સરજુસ્વામી સંગીતમય શૈલીમાં કથા શ્રવણ કરાવશે : શ્રી ઘનશ્યામદાસબાપુ અને શ્રી પદુબાપુના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી

રાજકોટ તા. ૨ :  શહેરની ભાગોળે  ભાવનગર રોડ પર આવેલ ગામ ઠેબચડા પાસેના શ્રી આશાપુરા ધામ ખાતે આગામી તા. ૭ થી ૧૫ શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે તા. ૭ થી શરૂ થઇ રહેલ આ રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞના વ્યાસાસને સ્વામી શ્રી સરજુસ્વામી બીરાજી સંગીતમય શૈલીમાં દરરોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ અને બપોરે ૩.૩૦ થી ૬.૩૦ કથામૃતનું રસપાન કરાવશે.

ઉલ્લેખનીય છે કે અહીં બિરાજતા પ્રાગટય શ્રી આશાપુરા માં ના સાનિધ્યમાં કાયમી અન્નક્ષેત્ર ચાલી રહ્યુ છે. નવરાત્રીમાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ચલાવવામાં આવે છે. એનક સેવાકીય ધાર્મિક પ્રવૃત્તિઓ ઠેબચડા આશાપુરાધામ દ્વારા ચાલી રહી છે.

ત્યારે આશાપુરાધામમાં રવિવારથી આરંભાય રહેલ રામકથાનો ધર્મપ્રેમીજનોએ બહોળી સંખ્યામાં લાભ લઇ ધન્ય થવા સંતશ્રી ઘનશ્યામબાપુ અને સંતશ્રી પદુબાપુ (મો.૯૮૨૫૦ ૧૪૬૧૪) એ જાહેર અનુરોધ કરેલ છે.

તસ્વીરમાં શ્રી પદુબાપુ તથા ટ્રસ્ટીઓ બાબુભાઇ વસોયા, બાબુભાઇ રૈયાણી, નાનજીભાઇ રામાણી, હકાભાઇ આહીર, અરવિંદસિંહ જાડેજા, જગદીશસિંહ જાડેજા, લાલજીભાઇ સોરઠીયા, મગનભાઇ પીપળીયા, ગંભીરસિંહ જાડેજા વગેરે નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(4:02 pm IST)