Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

ભારત બંધ સંદર્ભે ૧૮ નાયબ મામલતદારોને એકઝી.મેજી.ના પાવરઃ પોલીસ સ્ટેશનમાં ફરજ

ગોંડલ- જસદણ- ધોરાજી પંથકમાં ખાસ એલર્ટઃ દર કલાકે રીપોર્ટ આપવા તાકીદ..

રાજકોટ તા.ર : આજે અપાયેલા ભારત બંધ એલાન સંદર્ભે રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા અગમ ચેતીરૂપે પોતાના ૧૮ જેટલા નાયબ મામલતદારોને એકઝીકયુટીવ મેજીસ્ટેશના પાવર આપી ફીલ્ડમાં ઉતારી દિધા છે.

 

કલેકટરે ગત મોડી રાત્રે ઓર્ડર કરી સવારે ૭ વાગ્યાથી ફીલ્ડમાં રહેવા આદેશો કર્યા છે, દરેકને જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ સોંપી દેવાઇ છે, કોઇપણ અનિચ્છનીય બનાવ બને તો તુર્તજ નીર્ણય લઇ શકાય તે માટે આ પાવર અપયા છે. ખાસ કરીને ગોંડલ-જસદણ-ધોરાજી જેવા ક્ષેત્રેમાં સંવેદનશીલ બાબતે હાઇ એલર્ટ અપાયું છે, દરકલાકે રીપોર્ટ અપાયા પણ નાયબ મામતલાદરોને તાકિદ કરાઇ છે.(૬.૧૨)

(12:12 pm IST)