Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ રાજકોટમાં : યુવાઓ સાથે આરક્ષણ અને મોંઘા શિક્ષણ મામલે કરી ચર્ચા

રાજકોટ : પાટીદાર આરક્ષણ આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ ગત મોડી સાંજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. દરમ્યાન રણછોડનગર ખાતે એક યુવા સભાનું આયોજન કરાયું હતું, જેમાં હાર્દિકે યુવાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો, અને યુવાઓ સાથે આરક્ષણ અને મોંઘા શિક્ષણ મામલે ઘનિષ્ઠ ચર્ચાઓ કરી હતી.

આ સાથે હાર્દિકે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાતમાં યોજાનારી જન જાગૃતિ યાત્રા દરમ્યાન રાજકોટના લગભગ બધાજ વિસ્તારોમાં સભાઓ કરવામાં આવશે અને લોકોને પોતાના અધિકારો વિષે જાગૃત કરાશે.

(5:28 pm IST)