Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

નાણાવટી ચોકમાંથી બજરંગવાડીના અલ્તાફને ચોરાઉ વાહન સાથે પકડતી ગાંધીગ્રામ પોલીસ: પ્ર. નગરનો 2015નો ગુનો ઉકેલાયો

 રાજકોટઃ ગુનેગાર ગમે તેટલો શાણો હોઈ પોલીસ ધારે તો તેને શોધી જ કાઢે. ગાંધીગ્રામ પોલીસે 2015ની સાલના ગુનાનો આરોપી પકડી લીધો છે. પો.કોન્સ અર્જુનભાઇ ડવ તથા પો.કોન્સ. ગોપાલભાઇ બોળીયાને મળેલી બાતમીને આધારે ૧૫૦ ફુટ રીંગ રોડ નાણાવટી ચોક ખાતેથી અલ્તાફ ઇસ્માઇલભાઇ કાતીયાર જાતે સંધી (ઉ.વ. ૩પ ધંધો પ્રા નોકરી રહે બજરંગવાડી શેરી નં ૧૪ બંધ ગલી જામનગર રોડ રાજકોટ મુળ વીસાવદર જુનાગઢ)ને

ચોરાઉ એક્ટીવા સાથે પકડી પાકટ કોપ એપ મારફત ખરાઇ કરતા એક્ટીવા માલીકે 2015માં પોતાના આ વાહન ચોરીની ફરિયાદ  પ્ર.નગર પોલીસમાં નોંધાવ્યાનું કહ્યું હતું.

જેથી અલતાફની ધરપકડ કરી પ્ર. નગર પોલીસને સોંપવા તજવીજ થઈ હતી.

આ કામગીરી પોલીસ ઇન્સપેક્ટર કે.એ.વાળા, પો.સબ ઇન્સ. એચ.વી.સોમૈયા, એ.એસ.આઇ. જે.એસ.હુંબલ, એ.એસ.આઇ પી.એન.પરમાર, પો.કોન્સ. હંસરાજભાઇ ઝપડીયા, પો.કોન્સ. ગોપાલભાઇ બોળીયા, પો.કોન્સ.અર્જુનભાઇ ડવ તથા પો.કોન્સ. સુધીરભાઇ સુતરીયાએ પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, સયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસીંહ જાડેજા તથા એસીપી પી.કે.દીયોરાના માર્ગદર્શન હેઠળ કરી હતી.

(7:55 pm IST)