Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

રાજકોટ મહાનગરપાલીકા ચૂંટણીમાં ૪ાા કરોડનો ખર્ચ : બૂથ દીઠ ૪૦ હજાર તમામ આર.ઓ.ને ઇ.વી.એમ. ફાળવી દેવાયા : સાબુ-ગ્લોવઝની સ્થાનિક ખરીદી

ભાજપ ૧ ઉમેદવારના ર અને ડમીનું ૧ તથા કોંગ્રેસ ઉમેદવાર દીઠ-૩ ફોર્મ ભરશે

રાજકોટ, તા. ર :  રાજકોટ મહાનગરપાલીકા ચૂંટણી અંગે તંત્રે તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે, ઉપયોગમાં લેવાતી ગાડીઓ ઉપર ઇલેકશન ઓન ડયુટીના બોર્ડ લગાવી દેવાયા છે, કલેકટર તંત્ર દ્વારા બૂથ દીઠ ૪૦ હજારનો ખર્ચ અંદાજાયો છે, અને તે જોતા આ વખતે મહાપાલીકા ચૂંટણીમાં ૪ાા કરોડનો ખર્ચ થશે, તે પ્રમાાણે તંત્ર દ્વારા પંચ પાસે ગ્રાંટ પણ માંગી લેવાઇ છે.

દરમિયાન કોર્પોરેશન ચૂંટણીમાં કુલ ૯૯૧ બૂથ ફાઇનલ થયા છે, અને તે માટે દરેક આર.ઓ.ને ઇલેકટ્રોનીક વોટીંગ મશીન ફાળવી દેવાયા છે., કુલ રપ૬૦ બેલેટ યુનિટ તો ૧૩રપ કન્સેલ યુનિટ રહેશે.

દરમિયાન પંચની સુચના મુજબ કોરોના ગાઇડલાઇન મુજબ ચૂંટણી સંબંધીત જે તે કાર્યક્રમમાં લીકવીડ શકય -લોકોને દેવાના થતા હેન્ડગ્લોવઝ સ્થાનિક કક્ષાએ ખરીદાશે તથા માસ્ક-ફેસશીલ્ડ અને સેનેટાઇઝર રાજય ચૂંટણી પંચ ફાળવશે.

(4:31 pm IST)