Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

કોર્પોરેશન ચૂંટણીમાં જે ઉમેદવાર ઓનલાઇન ફોર્મ ભરશે તેને મેન્યુઅલી ફોર્મ ભરવું ફરજીયાત : નહીં તો ફોર્મ રદ ગણાશે

ચુંટણી પંચની ગઇકાલે તાકિદની વીસીમાં દરેક આર.ઓ.ને સુચના : ઓનલાઇનમાં તમામ બાબતો ચકાસવી પડશે

રાજકોટ, તા. ર :  રાજય ચૂંટણી પંચ ગઇકાલે સાંજે વીસીમાં એક મહત્વનો આદેશ રાજકોટ કોર્પોરેશન તથા જીલ્લા તાલુકા પંચાયત ચૂંટણી ગોંડલનગર પાલીકા ચૂંટણી અંગે બહાર પાડ્યો છે.

ગઇકાલે સાંજે ખાસ વીસી યોજાયેલ હતી. તેમાં જે તે વોર્ડની બેઠકના તમામ આર.ઓ.ને ખાસ બોલાવાયા હતાં.

રાજય ચૂંટણી પંચે સુચના આપી હતી  કે કોઇપણ પક્ષનો કે અપક્ષનો ઉમેદવાર ઓનલાઇન ફોર્મ ભરશે.

રાજકોટના અધિકારી સુત્રો એ ઉમેર્યુ હતું કે પંચની એવી સુચના છે કે ઉમેદવાર ઓનલાઇન ફોર્મ ભલે ભરે પરંતુ તેમની ઓનલાઇન તમામ પ્રક્રિયા ડાઉનલોડ કરી ફીઝીકલ તો આર. ઓ. સમક્ષ ફોર્મ આપવુંં પડશે ઓનલાઇનમાં પણ સોગંદનામા, ટેકેદારની સહી, ઉમેદવારની સહી તમામ બાબતોની સુચના અપાઇ હતી.

(4:14 pm IST)