Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

ખાદ્યતેલમાં ઉછાળો : સીંગતેલ અને કપાસીયા તેલમાં ડબ્બે ૧૦ રૂ. વધ્યા

રાજકોટ,તા. ૨: ખાદ્યતેલમાં આજે ફરી ઉછાળો જોવા મળ્યો હતો. સીંગતેલ અને કપાસીયા તેલમાં ડબ્બે ૧૦ રૂ. વધ્યા હતા.

સ્થાનીક બજારમાં કાચામાલની અછતના અહેવાલે સંગીેલમાં ૧૦ રૂાનો ભાવવધારો થયો હતો. સીંગતેલ ૧૦ રૂાનો ભાવવધારો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિગ્રા )ના ભાવ ૧૪૦૦ રૂ. હતા. તે વધીને આજે બપોરે ૧૪૧૦ રૂા બોલાયા હતા. સીગતેલ  નવા ટીનના ભાવ ૨૩૨૦ની ૨૩૭૦ રૂ. હતા તે વધીને ૨૩૩૦થી ૨૩૮૦ સુધી સપાટીએ ભાવ પહોંચ્યા હતા.

સીંગતેલની સામે કપાસીયા તેલમાં પણ રૂ. ૧૦ વધ્યા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૦૪૦ રૂ.હતા તે વધીને બપોરે ૧૦૫૦ રૂ. બોલાયા હતા. કપાસીયા ટીનના ચાવ ૧૭૭૦ થી ૧૭૯૦રૂ. હતા તે વધીને ૧૭૮૦ થી ૧૮૦૦ રૂ. થયા હતા.

 

(4:13 pm IST)