Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

રાજમાર્ગો પરથી બે દિવસમાં ૩૮ રેકડી-કેબીનો જપ્તઃ ૧૯ હજારનો દંડ

કાલાવડ રોડ, કોઠારીયા રોડ, રણછોડનગર, મોરબી રોડ સહીતનાં વિસ્તારોમાં જગ્યા રોકાણ વિભાગની કાર્યવાહીઃ ૪૦૦ કીલો શાકભાજી-ઘાસચારો જપ્ત

રાજકોટ, તા., ૨: રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ ૨૯ થી ૩૧ એમ બે દિવસ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો, ઘાસચારો-લીલું-ફૂલ વગેરે જપ્ત કરવાની તેમજ વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી.

 રસ્તા પર નડતર ૩૮ રેંકડી-કેબીનો કોઠારીયા રોડ, મવડી હો. ઝોન, નાનામવા રોડ, શ્રધ્ધાપાર્ક, આઝાદ ચોક, સાંગણવા ચોક, લક્ષ્મીનગર, રામાપીર ચોકડી, ભગવતી પરા, રણછોડનગર, કુવાડવા રોડ, જયજવાન જયકિશાન રોડ વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી. જુદી જુદી ૩૭ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.

૩૬૦ કી.ગ્રા. શાકભાજી-ફળો જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ ૩૦ કી.ગ્રા. ઘાસચારો - લીલુ - ફુલ પારેવડી ચોકમાંથી જપ્ત કરવામાં આવ્યું હતું. તેમજ રૂ. ૧૯,રપ૦ ચાર્જ વસુલવામાં આવ્યો છે. 

(4:14 pm IST)