Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

જેલમાંથી પેરોલ જંપ કરનાર કેદી રવિ રાણપરીયા નવલનગરમાંથી પકડાયો

રાજકોટ : શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જોઇન્ટ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજાએ વચગાળાના જામીન પરથી પેરોલ રજા પર તથા પોલીસ જાપ્તામાંથી ફરાર કેદી તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપતા પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ એમ.એસ. અંસારી, એએસઆઇ ધમભા, બાદલભાઇ, જયદેવભાઇ, હરપાલસિંહ, ઝાહીરભાઇ, હરીભાઇ, બકુલભાઇ, કિશોરદાનભાઇ, વીરેનભાઇ, મહંમદ અઝરૃદીનભાઇ બુખારી, ભૂમિકાબેન, સોનાબેન મુળીયા, ચંદ્રકાંતભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે કોન્સ. જયદેવભાઇ પરમાર, ભૂમિકાબેન ઠાકરને મળેલી બાતમીના આધારે મવડી પ્લોટ નવલનગર શેરી નં. ૯/૧૮માંથી કેદી રવિ લીલીતભાઇ રાણપરીયા (ઉ.વ.૩પ) ને પકડી લીધો હતો. રવિ જેલમાંથી પેરોલ રજા પર છૂટયા બાદ ફરાર થઇ ગયો હતો.

(4:16 pm IST)